ટી-20 વર્લ્ડકપની ટ્રૉફી ખાસ લોકો વચ્ચે પહોચી, ક્રિકેટરોએ તેમની સાથે ચોક્કા-સિક્સર ફટકાર્યા

આ વર્ષે આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડકપનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થવાનું છે. ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ આ ખિતાબના પ્રચાર પ્રસારમાં લાગેલી છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફાસ્ટ બોલર સ્કૉટ બોલેન્ડની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં ગુલિજાન વ્યક્તિ ઉલુરૂના પ્રવાસે છે. અહી તેને યુલારાના ન્યાંગજત્જારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે રેડ ડર્ટ ક્રિકેટ પણ રમી હતી.

બીજી એક અન્ય તસવીરમાં તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓલ રાઉન્ડર શેન વોટસન સાથે ટી-20 વર્લ્ડકપનો ખિતાબ લઇને ઉભેલો જોવા મળે છે. શેન વોટસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો છે.

સ્કૉટ બોલેન્ડે ઓસ્ટ્રેલિયન ટીમ માટે અત્યાર સુધી ત્રણ ટેસ્ટ, 14 વન ડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 18, વન ડેમાં 16 અને ટી-20માં 3 વિકેટ ઝડપી છે.

આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ 16 ઓક્ટોબરથી થઇ રહ્યો છે. જ્યારે સુપર-12 રાઉન્ડની શરૂઆત 22 ઓક્ટોબરથી થશે. આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડકપ સુપર-12 રાઉન્ડનો પ્રથમ મુકાબલો 22 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ટી-20 વર્લ્ડકપનો ખિતાબ ગત વખતે ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને પોતાના નામે કર્યો હતો. એવામાં જ્યારે આ બન્ને ટીમ એક વખત ફરી મેદાનમાં આમને સામને આવશે તો રોમાંચ પોતાના ચરમ પર હશે.

આ ટૂર્નામેન્ટના એક દિવસ પછી 23 ઓક્ટોબરે બીજો હાઇવોલ્ટેજ મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ટીમ ઇન્ડિયા જરૂર આ મુકાબલામાં ગ્રીન આર્મીને પરાજય આપતા ગત હારનો બદલો લેવા માંગશે. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં 28 ઓગસ્ટે ટક્કર જોવા મળશે. ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા એશિયા કપને ટી-20 ફોર્મેટમાં જ રમાશે. વિરાટ કોહલી અને બાબર આઝમ વચ્ચે અહી જોરદાર મુકાબલો જોવા મળી શકે છે. ભારત પાકિસ્તાન વચ્ચે આ વર્ષે એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપમાં ટકરાશે.