દુબઈથી 27 કરોડ રૂપિયાનું 45 કિલો સોનું લિક્વિડ ફોર્મમાં લાવતા ચાર લોકોને સુરત એરપોર્ટ પર ઝડપી પડાયા.

સુરત (Surat):મુંબઈ અને અમદાવાદમાં ડી.આર.આઈ વિભાગનું ચેકિંગ વધી જતા હવે દાંણચોરોએ સુરત એરપોર્ટ પર નવી જ રીતની શરૂઆત કરી છે.શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં દર અઠવાડિયે આ જ પ્રકારનું કરોડો રૂપિયાનું સોનું પકડાય છે. ત્યારે શુક્રવારે ડીઆરઆઇ વિભાગને મોટી સફળતા મળી છે.

શુક્રવારે સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં રાંદેરના ચાર યુવાનો 27 કરોડની કિંમતનું 45 કિલો સોનું લિક્વિડ ફોર્મમાં લઈને આવતા હોવાની વિગતો સુરત અને અમદાવાદ ડી.આર.આઇ વિભાગને મળતા ડી.આર.આઈ વિભાગના અધિકારીઓએ આવેલા ઈસમોની તપાસ કરતા તેમની પાસેથી આ જથ્થો મળી આવતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

2019માં સુરતથી શાહજહાં માટેની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. એટલે કે, અઠવાડિયામાં એક વખત શાહજાહથી સુરત ફ્લાઇટ આવતી હોય છે. આ ફ્લાઈટમાં મોટા પ્રમાણમાં સોનાની દાણચોરી કરતા હોવાની વિગતના આધારે સતત ચેકિંગ કરવામાં આવે છે.ત્યારે સુરત અને અમદાવાદ ડીઆરઆઈ વિભાગના હકીકત મળી હતી કે, કેટલાક કિસ્સામાં ચોરીનું સોનુ લઈને આવતા હોય છે.

ત્યારે આ બાબતે તપાસ કરતા સુરત ડી આર આઈ વિભાગે રાંદેર વિસ્તારના ચાર ઈસમો આવ્યા હતા. ત્યારે તેમનો સામાન ચેક કરતા આરોગ્યના હિલ બેગ સ્કેન કરતાં તે પહેલા પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે આરોપીઓની બેગમાં પેસ્ટ ફોર્મમાં લાવવામાં આવ્યું હતું.

શનિવારે આરોપીઓની પૂછપરછ કરતા સોનું કોણે દુબઈથી મોકલ્યું છે અને કોને સુરત આપવાનું છે તે અંગે તપાસ ચાલી રહી છે. સતત સુરત એરપોર્ટ ઉપર સોનાની દાણચોરીના મોટા પ્રમાણમાં કિસ્સા સામે આવતા હોય છે.