આજ કાલ અંધશ્રદ્ધાની પાછળ લોકો આંધળી દોટ મુકે છે,પછી લોકો સારા કે ખરાબનો કોઈ જ પ્રકારનો વિચાર કરતા નથી,અને પછી પાછળથી ખુબ જ પસ્તાવવાનો વારો આવે છે,આવી જ એક અંધશ્રદ્ધાને લઈને કિસ્સો સામે આવ્યો છે.
માથાનો ઈલાજ કરાવવા ગયેલી મહિલાને બામ લગાવાનું કહી પલંગ પર સુવડાવી દીધી હતી. જ્યારે ઊઠીને જોયું તો તે નિર્વસ્ત્ર હતી. જે જોઈ ભૂવાને કહેતા તેને માત્ર લીંબુની વિધિ કરી હોવાનું જણાવ્યું હતું. બાદમાં ભૂવાએ પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા હતા. તો જાણો સમગ્ર ઘટના વિશે કે કઈ રીતે ભૂવાએ તાંત્રિક વિધિના નામે મહિલાને ફસાવી.
આ વાત છે મોડાસા શહેરમાં રહેતી એક મહિલાની, આ મહિલાના સમાજના રીતિ-રિવાજ પ્રમાણે પોતાના જ સમાજના એક છોકરા સાથે લગ્ન થયા હતા. શરૂઆતમાં લગ્નજીવન ખૂબ સરસ રહ્યું હતું. તેમના લગ્નજીવન દરમિયાન એક દીકરીને જન્મ આપ્યો હતો. આ મહિલાના પતિને દારૂ પીવાની લત શરૂ થઈ અને તે દારૂ પીને મારઝૂડ કરતો હતો. જેથી આ છોકરા સાથે મહિલાએ છુટાછેડા લઈ લીધા હતા.
નિરાધાર મહિલા પોતાનાં માતા-પિતા અને ભાઈઓના સહારે મોડાસા ખાતે રહી, દીકરીનો અભ્યાસ અને ઉછેર કરતી રહી હતી. એક વખત 2020ની સાલમાં આ મહિલાની માલપુર તાલુકાના એક ગામમાં રહેતી તેની બહેનપણીએ જણાવ્યું કે, મારા ઘરે એક ભૂવાજી આવ્યા છે તો તું મારા ઘરે આવ, તને જે માથું દુઃખવાની બીમારી છે.
તે બાબતે આપણે ભૂવાજીને કહીશું તો તે મટાડી દેશે. તેમ કહેતા તે માલપુર તાલુકાના એક ગામમાં બહેનપણીને ત્યાં ગઈ અને ભૂવાજીને વાત કરીને દોરો બનાવી આપ્યો હતો.પછી ભૂવાજી ભરત જયમલ રબારીએ આ મહિલાને કહ્યું કે, ચાલો મારી ગાડીમાં હું તમને મોડાસા તમારા ઘરે ઉતારી દઉં, એમ કહેતા મહિલા ભૂવાજીની કારમાં બેસી ગઈ, અને મોડાસા મહિલાના ઘરે તેની સાથે ભૂવાજી પણ આવ્યા અને અને કહેવા લાગ્યા કે તું મને બહુ ગમે છે. મારા પણ છૂટાછેડા થયેલા છે તો તું મારી સાથે લગ્ન કર. ત્યારે મહિલાએ કહ્યું કે, મને થોડો સમય આપો પછી હું લગ્ન બાબતે પછીથી જણાવીશ.
આમ વાતો કરતાં કરતાં મહિલાને કહ્યું કે, તને માથું બહુ દુઃખે છે તો વિક્સની ડબી લાવો અને અહીં પલંગ પર સૂઈ જાવ. જેથી મહિલા પલંગ પર સૂઈ ગઈ. ભુવાજીએ વિક્સ લગાવી આપી અને માથું પણ દબાવી આપ્યું હતું. ત્યારબાદ આ મહિલાને કાંઈ ખબર ના પડી. જ્યારે આ મહિલા હોશમાં આવી ત્યારે ભૂવાજી બાજુમાં બેઠા હતા અને આ મહિલા નિર્વસ્ત્ર હાલતમાં હતી.
ત્યારે ભુવાજીના આવા કાળા કરતુત જોઈને તરત મહિલા લંપટ ભૂવાજી ભરત રબારી પર ગુસ્સે થઈ અને ઝઘડો કરવા લાગી એટલે નરાધમ ભૂવાએ કહ્યું કે, મેં ફક્ત ગુપ્ત ભાગેથી રુવાંટી લઈને લીંબુની વિધિ કરવા માટે વસ્ત્રો ઊતર્યાં હતાં.
ભૂવાજીએ એવું કંઈ બન્યું નથી એમ કહી મને વિશ્વાસમાં લઇને 2020થી 2023 સુધી અલગ અલગ જગ્યાએ મને લઈ જઈ ક્યારેક મારા ઘરે એમ વારંવાર મારી મરજી વિરુદ્ધ શરીરસુખ માણતો રહ્યો હતો. મેં ઘણો ફોર્સ કર્યો લગ્એન માટે તો મોડાસા પાસે આવેલા કકરાઈ માતાના મંદિરે એક શાસ્ત્રીની અને એના બે ભાઈઓની હાજરીમાં ફુલહાર વિધિ કરાવી, ત્યારબાદ વારંવાર પતિ-પત્નીની જેમ જ શરીરસુખ માણતો રહ્યો હતો. જેના દ્વારા મહિલા બે-ત્રણ વખત ગર્ભવતી પણ બની હતી, પરંતુ બળજબરી ગર્ભ પડાવી નાખવાની દવા આપીને ગર્ભ પડાવી નાખતો હતો.
મેં ભુવાજીને કેટલી વાર તેના ઘરે વતન લઇ જવાની વાત કરી તો એ કે આપડે બંને અલગ અલગ જ્ઞાતિના છીએ તો,મારા ઘરે મારી બેનના લગ્ન બાકી છે એટલે પછીથી લઇ જઈશ., એક દિવસ નરાધમ ભૂવો ભરત રબારી મને ઘરે મૂકી તેના ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ એણે મને ફોન પણ કર્યો નથી કર્યો કે મારો ફોન પણ ઉઠાવ્યો નથી. જેથી આ મહિલાને લાગ્યું કે ખરેખર આ નરાધમ લંપટ ભૂવો ફક્ત મારા સાથે ઢોંગ રચીને તેની હવસ સંતોષતો હતો.
આ બાબતે મેં ફરિયાદ એટલા માટે કરી છે કેમ કે મને મારવાની ધમકી આપી હતી. જો તું આગળ જતા કંઈ કરીશ તો મારી આગળ બહુ માણસો છે. મારી બહેન પોલીસમાં છે, મારો ભાઈ વકીલ છે અને અન્ય મારી આગળવાળા મોટી-મોટી પોસ્ટ પર છે. જેથી તને રાતોરાત ઉડાડી દઈશું અને મારા ભાઈ-ભાભીને પણ મરાવાની કોશિશ કરી. આ ભૂવાજીના કારણે આજે મારાં ભાઈ-ભાભી અને પરિવાર દૂર થઈ ગયાં છે.