બાળકોના સ્વાસ્થ્યની ચિંતા હંમેશા માતા-પિતાને રહેતી હોય છે. બાળક ગર્ભમાં હોય ત્યારથી જ માતા-પિતાને અનેક વાતની ચિંતા રહેતી હોય છે. બાળકોને એવો ખોરાક આપો કે એ જલદી બીમાર ના પડે અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય. બાળકની ઇમ્યુનિટી મજબૂત હોય તો એ જલદી બીમાર પડતુ નથી અને તમારું ટેન્શન પણ ઓછુ થઇ જાય છે. ખાસ કરીને બદલાતી ઋતુમાં તમે બાળકોને આ ખોરાક આપો જેથી કરીને એ જલદી બીમાર નહિં પડે.
ડ્રાયફ્રૂટ્સ ખવડાવો
બાળકો જલદી બીમાર ના પડે એ માટે તમે રોજ એમને પાંચ બદામ, કાજુ, દ્રાક્ષ, અંજીર જેવા ડ્રાયફ્રૂટ્સ આપવાનું રાખો. ડ્રાયફ્રૂટ્સમાં રહેલા અનેક ગુણો બાળકની ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. આમ, તમે બાળકોને સવારમાં તાજા ફળ પણ આપી શકો છો. સવારના સમયે તમે બાળકોને રોજ 2 અખરોટ ખવડાવો છો તો અનેક ઘણો ફાયદો થાય છે.
બાળકોને ઘરનું જમવાનું આપો
બદલાતી ઋતુમાં ખાસ કરીને બાળકોને ઘરનું જમવાનું આપો. ઘરનું જમવાનું જમવાથી બાળક જલદી બીમાર પડતુ નથી અને ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય છે. આ માટેતમે બાળકને અઠવાડિયામાં એક વાર ટોમેટો સુપ, પાલક સુપ..જેવા વગેરે પ્રકારના સુપ બનાવીને પીવડાવો. આ સુપ બદલાતી ઋતમાં બાળકને શરદી-ઉધરસ થતા બચાવે છે.
આંમળા આપો
બાળકોને શિયાળામાં ખાસ કરીને દિવસમાં એકથી બે આંમળા ખવડાવો. આંમળા ખાવાથી ઇમ્યુનિટી વધે છે જેના કારણે તમે બીમાર જલદી પડતા નથી. આંમળા બાળકોની સ્કિન પણ સારી કરે છે. તમે બાળકોને રોજ એક ચમચી આંમળાનો જ્યૂસ પીવડાવો છો તો હેલ્થને એક નહિં પરંતુ અનેક રીતે ફાયદો થાય છે.
બાળકોને રમવાનો સમય આપો
તમે બાળકોને રમવાનો સમય આપો. મોટાભાગના પેરેન્ટ્સ પોતાના બાળકોને મોબાઇલ જોવા માટે આપી દેતા હોય છે. પરંતુ મોબાઇલ જોવાથી બાળકની આંખોથી લઇને બીજી અનેક રીતે નુકસાન થાય છે. આ માટે તમે તમારા બાળક માટે સમય આપો. જો તમે બાળકને સમય આપશો તો બાળક એક્ટિવ થશે.