અમદાવાદ આકાશવાણીમાં નોકરી કરવાની સારી તક, ગુજરાતી ભાષામાં એન્કરની જરૂરીયાત

આકાશવાણી રેડોયો સ્ટેશનમાં કામ કરવા માંગતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આકાશવાણીમાં કામ કરવા માંગતા ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આકાશવાણી અમદાવાદમાં ગુજરાતી ભાષામાં સારી રીતે વાંચી શકે તેવા અને સારો અવાજ ધરાવતા ઉમેદવાર આકાશવાણી ગુજરાતી માટે અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 30 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. ઓફલાઇન અરજી 30 ઓગસ્ટ સુધી મળી રહે તેવી રીતે અરજી કરવાની રહેશે.

આકાશવાણી અમદાવાદમાં ગુજરાતી ભાષા માટે કેઝ્યુઅલ સમાચાર વાચક સહ અનુવાદક માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સમાચાર વાચક સહ અનુવાદર માટેની લાયકાત કોઇ પણ વિષય સાથે સ્નાતક તથા ગુજરાતી ભાષા લખવા-બોલવા અને વાંચવામાં પ્રભૂત્વ ધરાવનાર કોઇ પણ વ્યક્તિ અરજી કરી શકે છે.

આકાશવાણીમાં નોકરી માટેની વય મર્યાદા 21 વર્ષથી 50 વર્ષ સુધીની નક્કી કરવામાં આવી છે. આ જગ્યા માટેની પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં રહેશે, જેમાં અરજદારોની 100 ગુણની લેખિત પરીક્ષા લેવામાં આવશે (અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ, સાંપ્રત બાબતો, રેડિયો લક્ષી મુસદ્દા લેખન તથા સામાન્ય જ્ઞાનનો અભ્યાસક્રમ) અવાજ કસોડી (વોઇસ ટેસ્ટ (100 ગુણ) અને પછી ઇન્ટરવ્યૂ (100 ગુણ) 300 ગુણમાંથી અંતિમ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

ફીનું ધોરણ અનામત વર્ગના ઉમેદવારોએ અરજી પત્રકની સાથે રૂપિયા 354નો તથા અનામત વર્ગના ઉમેદવારોએ (આર્થિક રીતે નબળા વર્ગો, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અનૂસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ)ના ઉમેદવારોએ રૂપિયા 267 રૂપિયા ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) PRASAR BHARTI, ALL INDIA RADIO, AHMEDABADના નામે આપવાનો રહેશે.

અરજી પત્રકની સાથે પ્રમાણપત્રોની સ્વપ્રમાણિક નકલો સાથેની અરજી કેન્દ્રાધ્યક્ષ, આકાશ વાણી, નવરંગપુરા, અમદાવાદ-380009ને 30 ઓગસ્ટ 2022 સુધી મળી રહે તે રીતે મોકલવાની રહેશે. આકાશવાણીમાં કામ કરવા ઇચ્છુક લોકોએ જલ્દી અરજી કરી લેવી જોઇએ.