વલભીપુર કોર્ટ બિલ્ડીંગની જગ્યાના વિરોધમાં ઉઠેલો વિરોધનો વંટોળ નવી કોર્ટ બનાવવા 10 હજાર ચો.મી.જમીન ફાળવાઇ છે જમીનની યથાવત સ્થિતી જાળવવામાં આવે તેવી બુલંદ માંગણી સાથે બે દિવસથી વિવિધ સંસ્થાઓનો વિરોધ

વલભીપુર કોર્ટ બિલ્ડીંગની જગ્યાના વિરોધમાં ઉઠેલો વિરોધનો વંટોળ નવી કોર્ટ બનાવવા 10 હજાર ચો.મી.જમીન ફાળવાઇ છે જમીનની યથાવત સ્થિતી જાળવવામાં આવે તેવી બુલંદ માંગણી સાથે બે દિવસથી વિવિધ સંસ્થાઓનો વિરોધ વલભીપુરની નવી કોર્ટ બિલ્ડીંગ માટે સરકાર દ્વારા જમીન બાબતે શહેરની સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિરોધ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવેલ છે. વલભીપુર કોર્ટ બિલ્ડીંગની સૂચિત જગ્યાના વિરોધમાં ઉઠેલો વંટોળ ઉઠયો છે. વલભીપુર તાલુકાની નવી કોર્ટ માટે સરકાર દ્વારા વલભીપુર શહેરના સરકારીની માલિકીની જગ્યામાથી નવી કોર્ટ બનાવવા માટે સરકાર દ્વારા 10 હજાર ચો.મી. જમીન ફાળવણી કરવા સાથે જમીનનો કબજો પણ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ સીવીલ જજ ભાવનગરને સોંપવી દેવામાં આવ્યો છે ત્યારબાદ સરકાર દ્વારા જે જમીન આપેલ છે તે વલભીપુરના રજવાડાએ નગરજનોને ઈતર પ્રવૃતિઓ કરવા માટે આપેલ હતી. વલભીપુરની જુની કોર્ટ જર્જરોત થવા સાથે બિલ્ડીંગનો અમુક ભાગ ધરાશાહી થતા તાત્કાલીક રીતે કોર્ટએ અન્યત્ર ભાડા વાળા મકાનમાં સ્થળાંતર કરવામાં આવી અને બે માસ પૂર્વે જમીનમાંથી નવી કોર્ટ બનાવવા માટે દશ હજાર ચોરસ મીટર જગ્યા આપવામાં આવી છે. હાલમાં દશ હજાર ચોરસ મીટર જગ્યા આપવામાં આવી છે. હાલમાં જમીન કોર્ટ માટે નહી પરંતુ યથાવત જાળવામાં આવે તેવી બુંલદ માંગણી સાથે બે દિવસથી વિવિધ સંસ્થાઓ દ્વારા વલભીપુરના મામલતદારને આવેદનપત્ર પાઠવામાં આવી રહ્યું છે. આજે વલભીપુરની દિવ્યાંગ, સૌરાષ્ટ્ર ફીઝીકલ ચેલેન્જર ટ્રોફી કલબ, મો.રા.દવે.ગર્લ્સ હાઈસ્કુલ,માનવ સેવા ગૃપ તેમજ શહેરના અગ્રણીજનો દ્વારા રેલી સ્વરૂપો આવેદન પત્ર આપવા સાથે ગ્રાઉન્ડવાળી જગ્યા જેમને તેમ રાખવાની માંગણી કરી છે.