સુરતમાં યુવકે યુવતીને પ્રેમની માયાજાળમાં ફસાવી,ખરાબ વીડિઓ બનાવી દાગીના સહીત 4.20 લાખ પડાવ્યા.

સુરત(surat):અવાર નવાર એવા કિસ્સા સામે આવતા હોય છે,જે આપણને ધ્રુજાવી દેતા હોય છે.સુરતમાં પણ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતી યુવતી સાથે એક યુવકે મિત્રતા કેળવી હતી. તેની સાથે પ્રેમ સંબંધ કેળવી યુવતીને હોટલની રૂમમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા,આ સમયે તેણે  વીડિઓ  ઉતારી લીધા હતા.ફોટા વાઇરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રોકડા રૂપિયા અને દાગીના પડાવી લેવામાં આવ્યા હતા.

યુવતીના ઘર નજીક જ વિષ્ણુ પંચાલ ઉર્ફે રોહિત પટેલ નામનો યુવક યુવતીને આશરે છ વખત હોટલમાં લઇ ગયો હતો. એ દરમિયાન તેણે તેના મોબાઇલ ફોનમાં યુવતીના ખરાબ ફોટા તથા વીડિયો ઉતારી લીધા હતા.ફોટા તથા વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.

ફોટા અને વીડિયોના આધારે યુવકે યુવતીને બ્લેકમેઇલ કરી રૂ.80,000 રોકડા અને સોનાના દાગીના જેમાં (1) 2 નંગ સોનાની બંગડી , 1 નંગ સોનાનું કડુ, 1 નંગ સોનાની ચેઇન, 3 નંગ સોનાની વીંટી, 1 નંગ સોનાનું બ્રેસ્લેટ મળી કુલ્લે આશરે 7 તોલા સોનું મળી યુવતી પાસે 4,20,000 રૂપિયા પડાવી લીધા હતા.

યુવતીએ કંટાળીને સમગ્ર હકીકત પરિવારને કહેતાં પરિવારના સભ્યોએ યુવતીને હિંમત આપી હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા આ યુવતી પાસે સુરતના સાઇબર સેલમાં ફરિયાદ કરાવી હતી.

આરોપીએ બ્લેકમેઇલ કરી યુવતી પાસેથી પડાવેલા રોકડા અને દાગીના સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.