31st અને ન્યુયરની પાર્ટીને લઈને પોલીસ સતર્ક, ચેકપોસ્ટ પર વાહનોનું સતત ચેકિંગ

31st અને ન્યુયરની ઉજવણીને ધ્યાને રાખીને જવાનોને નશામાં ચડતા અટકાવવા માટે સોનગઢ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનોનું સતત ચેકિંગ ચાલી રહ્યુ છે. 31st અને ન્યુયરના સેલિબ્રેશશનને લઈને તાપી પોલીસ સતર્ક બની છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ પહોંચાડવામાં ન આવે તે માટે પોલીસે 10થી વધારે ચેકપોસ્ટ બનાવીને ચેકિંગ ચાલુ કર્યું છે. જેમાં તાપીમાં સોનગઢ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રથી આવતા તમામ વાહનોનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. સાથે જ હોટેલ અને ફાર્મહાઉસ પર પણ પોલીસ તાડપુર્વક નજર રાખી રહી છે.

તાપીના Dy.SP સી.એમ. જાડેજાએ કહ્યું કે જિલ્લાની કુલ 15 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ સતત 24 કલાક ચાલી રહ્યું છે. જેમાં કંઈપણ ગેરકાયદેર બતાશે તો તેમને અટકાવીને કાયદાનું પાલન થાય તેની ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કસ્ટમ વિભાગે મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ અને શહેરના અન્ય વિસ્તારોમાં ઓપરેશનમાં જપ્ત કરાયેલ 538 કરોડની કિંમતના 140 કિલો ડ્રગ્સનો નાશ કર્યો હતો. નાશ પામેલા ડ્રગ્સમાં 56.06 કિલો હેરોઈન અને 33.81 કિલો ચરસનો સમાવેશ થતો હતો.

આ સાથે મુંબઈ એરપોર્ટ પરથી અલગ અલગ સમયે ઝડપાયેલ અન્ય કેટલાક ડ્રગ્સને પણ તેમાં સામેલ કરવામાં આવ્યો હતો. કસ્ટમ વિભાગ દ્વારા દેશભરમાં દરોડા પાડવામાં આવે છે અને આ દરોડામાં વિવિધ પ્રકારના ડ્રગ્સ મળી આવે છે. આ ઓપરેશનોમાંથી રિકવર કરાયેલા ડ્રગ્સને એક જગ્યાએ સંગ્રહિત કરવામાં આવે છે. આ પછી વરિષ્ઠ અધિકારીઓની પરવાનગી લીધા બાદ નિકાલ સમિતિની હાજરીમાં ડ્રગ્સનો નાશ કરવાની કામગીરી કરવામાં આવે છે.

31stની ઉજવણીને હવે થોડા જ કલાકો બાકી રહ્યા છે, કેટલાક તત્વો દ્વારા 31stની સેલિબ્રેટ નશીલા પદાર્થોનું સેવન કરીને કરવામાં આવે છે. આવા તત્વોને ડામવા અને યુવાધનને નશાના માર્ગે જતુ રોકવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ વલસાડમાં પણ 31stની પૂર્વ સંધ્યાએ પોલીસે સપાટો બોલાવતા 150થી વધુ લોકોને નશાની હાલતમાં પકડી લીધા છે.