દાણીલીમડામાં સગીર વિદ્યાર્થિનીને હવસનો ભોગ બનાવનારા હરામી શિક્ષકની ધરપકડ.

અવાર નવાર દુષ્કર્મના કિસ્સા સામે આવતા હોય છે,વધુ એક ધ્રુજાવી દેતો કિસ્સો સામે આવ્યો છે.ખાનગી ટયુશન કલાસ ચલાવતા શિક્ષકે 14 વર્ષીય વિદ્યાર્થિનીને પોતાની હવસનો ભોગ બનાવી હતી. એટલુ જ નહીં વિદ્યાર્થિનીએ ટયુશન છોડી દેતા તેનો પીછો કરી હેરાન કરતો હતો.

દાણીલીમડા વિસ્તારમાં રહેતા પિતાએ તેમની ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષીય દીકરીને જુન 2022 માં ધોરણ 8 ના ટયુશન માટે સુનિલ પરમાર નામના વ્યકિતના કલાસમાં એડમિશન અપાવ્યું હતું.

સુનિલની સગીરા પર દાનત બગડતા તેને ભોળવીને એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ હતું અને જો કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી,ને એપ્રિલ 2023 સુધી સગીરાને અનેકવાર પોતાની હવસનો શિકાર બનાવી હતી.

સગીરાના અભ્યાસમાં કોઈ સુધારો નહી થતો હોવાનું જણાતા પરિવારજનોએ તેની પૂછપરછ કરતા તે ડરના માર્યા કશું  ન બોલતા પરિવારે ટયુશન છોડાવી દીધું હતું. આ તરફ સગીરાએ ટયુશને આવવાનું બંધ કરી દેતા હવસખોર સુનિલે સગીરાનો પીછો કરવાનુ શરૂ કરીને અવારનવાર તેનેે રસ્તામાં રોકી હેરાન કરતો હતો. સુનિલે તેને એક ધમકીભર્યો લેટર આપ્યો હતો જેમાં કોઈને જાણ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

સુનિલે સગીરાનો પીછો કરી તેની સ્કૂલ સુધી પહોંચી ગયો હતો અને સગીરાની સાથે બળજબરીથી બાઈક પર બેસાડવાનો પ્રયાસ કરતા સગીરાએ ઈન્કાર કરતા આસપાસના લોકો આવી ગયા હતા,સમગ્ર મામલો સ્કૂલના પ્રિન્સિપાલ સુધી પહોંચતા તેમણે સગીરાના વાલીને બોલાવતા સગીરાએ તેની સાથે થયેલા ખરાબ કૃત્યની વાત કરતા પરિવાર ચોંકી ગયો હતો.

સુનિલ પરમાર વિરુદ્ધ દાણીલીમડા ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે,ને આગળ તજવીજ હાથ ધરી હતી.