સુરત (Surat ): ચોમાસામાં મોટાભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી સુરત બાદ અમદાવાદમાં પણ આંખ આવવાની બીમારી વધી છે.. હાથનો સ્પર્શ અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બીમારી થાય છે. નાના બાળકોમાં આંખની બીમારી વધુ જોવા મળે છે.
કંજંક્ટિવાઈટિસને કારણે આંખ સતત ખૂંચ્યા કરે છે. ખંજવાળ અને સતત પાણી પડ્યા કરે છે. એલર્જી, આંખનું ઈન્ફેક્શન, વાઈરસ અથવા તો બેક્ટેરિયાને કારણે કંજંક્ટિવાઈટિસ થાય છે. આ રોગમાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
આ ચેપ બેક્ટેરિયાથી થાય છે અને ઝડપથી ફેલાય છે. એક આંખથી બીજી આંખમાં અને એક દર્દીથી બીજા દર્દી સુધી હાથ, આંગળી, રૂમાલ, ટુવાલ, કાજળ આંજવાની સળી વગેરે દ્વારા ફેલાય છે. ત્રણ ચાર દિવસમાં તે એકદમ વધી જાય છે. આ લક્ષણ દસ દિવસ સુધી રહે છે.
કેવા હોય છે લક્ષણો
- ચેપને કારણે આંખમાં લાલાશ કે સોજો આવવા ઉપરાંત અન્ય લક્ષણો પણ છે
- આંખોમાંથી સતત પાણી આવવું.
- પ્રકાશમાં આવતાં આંખોમાં દુખાવો થવો.
- પાંપણોની પાછળ અથવા પાંપણના વાળમાં ગઠ્ઠો જામી જવો
- પોપચાની આસપાસના પોપડાઓ જામી જમવા.
- આંખોમાંથી કચરો નીકળો નીકળે છે.
- દ્રષ્ટિની અસ્પષ્ટતા.
- લાલાશ અને સોજો સાથે આંખોમાં પાણી આવવું
કેવી રીતે બચશો આ રોગથી
તમારા હાથને વારંવાર સારી રીતે ધોવાનું રાખો.તમારા ટુવાલ, રૂમાલ અને આંખના ટીપાં કોઈની સાથે શેર કરશો નહીં કારણ કે તે અન્ય વ્યક્તિને પણ ચેપ ફેલાવી શકે છે.આંખોને સૂર્યપ્રકાશ અને ધૂળવાળા વાતાવરણથી દૂર રાખો.તમારી આંખોને તમારા હાથથી ઘસો નહીં અને ગંદા હાથથી તમારી આંખોને સ્પર્શશો નહીં.
આંખોને કોઈપણ બળતરા કરે તેવા પદાર્થ જેમ કે ધુમાડો અથવા રસાયણોની તીવ્ર ગંધ વગેરેના સંપર્કમાં ન આવવા દો.બહાર જતી વખતે ડાર્ક ચશ્મા પહેરો.કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરશો નહીં.આંખો પર શેક કરો, શેકથી લોહીનું ભ્રમણ વધવાથી રોગપ્રતિકારકતા વધે છે.એન્ટિબાયોટિક દવાનાં ટીપાં કલાકે કલાકે નાંખો.