વરસાદે રાજ્યભરમાં ખુબ જ ધૂમ મચાવી છે,બંધ થવાનું નામ જ નથી લઇ રહ્યો ત્યારે આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં શહેરમાં ધીમીધારે અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસતા રાજકોટ શહેરમાં અંદાજીત દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો.
ભારે વરસાદને કારણે કરમાળ ડેમના દરવાજા ખોલવામાં આવતા નદી બે કાંઠે થતાં ઈશ્વરીયા ગામના નદી કાંઠે વસવાટ કરતા દિનેશભાઈ ગોહાભાઈ સોલંકી, તથા રવિ દિનેશભાઈ સોલંકી, તથા મધુબેન દિનેશભાઈ સોલંકી સવારના અંદાજિત 9 કલાકે પાણીના પ્રવાહમાં તણાતા લાપતા થયેલ હતા.
દિનેશભાઈ ગોહાભાઈ સોલંકી પાંચ કિલો મીટર દૂરથી સહી સલામત મળી આવેલ છે. જયારે મધુબેન દિનેશભાઈ સોલંકીની લાશ કોટડા સાંગાણી તાલુકાના સતાપર ગામ પાસેથી નદી કાઠેથી મળી આવેલ છે, તેમજ રવિ દિનેશભાઈ સોલંકી હજુ પણ લાપતા છે જેની શોધખોળ હાલ ચાલુ છે.