રાજકોટમાં પત્નીના વાંધાનજક વીડિયોની શંકાએ પતિએ પત્ની અને દીકરી સાથે કર્યું એવું કે સાંભળીને હદય થંભી જશે ..

રાજકોટ (Rajkot) :મળતી જાણકારી મુજબ ,પોલીસને આપેલી ફરિયાદમાં ગીતા ભુપતકર નામની પરણીતાએ પોલીસને જણાવ્યું છે કે, સંતાનમાં તેમને 24 વર્ષની અનુશ્રી નામની દીકરી તેમજ 18 વર્ષથી ક્રિશ નામનો દીકરો છે. તેમના પતિ નવકાર માર્કેટિંગમાં નોકરી કરે છે.

ગીતા ભુપતકરે કહ્યું હતું કે , મારા પતિ સાદો મોબાઈલ ફોન વાપરતા હતા. પરંતુ દોઢ માસ પૂર્વે અમે મારા પતિને સ્માર્ટ ફોન લઈ આપ્યો હતો. ત્યારબાદ મારા પતિ તેના સ્માર્ટ ફોનમાં  માં પોર્ન વીડિયો જોતા વિડીયો મારા હોવાને મારા પતિએ મને જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે વિડીયો મારા બોયફ્રેન્ડે મૂક્યો હોવાનું જણાવી મારી સાથે ઝઘડો પણ કર્યો હતો.

તેમજ એકાદ અઠવાડિયા પૂર્વે પોલીસ સ્ટેશન બનાવવાની ફરિયાદ પણ કરી હતી. પરંતુ અમારું સમાધાન થતાં પતિ પાસેથી સ્માર્ટફોન લઇ તેને સાદો ફોન વાપરવા આપી દીધો હતો.22 ઓગસ્ટ 2023 ના રોજ રાત્રિના 11 વાગ્યે હું તેમજ મારી દીકરી અમે બધા ઘરે સુઈ ગયા હતા.

ત્યારે મારા પતિ અચાનક મને મારવા લાગતા હું જાગી ગઈ હતી. મારા પતિના હાથમાં મોટો સોટો  હતો. જે સોટાથી મને માર મારવા લાગ્યા હતા. જેથી મેં બૂમાબૂબ કરી મુકતા દીકરી અનુશ્રી પણ જાગી ગઈ અને છોડાવવા વચ્ચે પડી હતી.

આ  દરમિયાન દીકરી અનુશ્રીને પણ સોયાનો ઘા લાગી ગયો હતો. સમગ્ર બનાવમાં પરિણીતાને બંને હાથે તેમજ જમણા પગમાં અને પેટના ભાગે ઇજાઓ પહોંચી છે. તેમજ દીકરી અનુશ્રીને હાથના ભાગે ઇજા પહોંચી છે.  સમગ્ર મામલે સારવાર અર્થે માતા તેમજ પુત્રીને હાલ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સારવાર શરૂ છે.