ભાવનગર(bhavanagar):આજ કાલ એવી ઘટના સામે આવતી હોય છે,જે માનવ જાતિને શર્મસાર કરતી હોય છે.ભાવનગરમાં એવી જ એક ઘટના બની હોવાથી આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.શહેરનો એક યુવક તેના 10 થી 15 મિત્રો સાથે સ્વિમીંગપુલમાં ન્હાવા ગયા હતા, તે વખતે 10 થી 15 મિત્રોને યુવક સાથે કોઇ જુના ઝઘડાની દાઝ હોય જે મામલે યુવકની સ્વિમીંગ પુલમાં તિક્ષ્ણ હથિયારો વડે ઇજા કરી હતી.
જો કે, આ બનાવમાં તેના મિત્રોએ જ યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો અને ત્યાંથી 10 થી 15 શખ્સો નાસી છુટ્યા હતા જેમાં નિલમબાગ પોલીસ દ્વારા એક શખ્સની અટકાયત કરાઇ હતી.
ભાવનગર શહેરના ઘોઘાજકાતનાકા વિસ્તારમાં રહેતો વિશાલભાઇ રમેશભાઇ સોલંકી નામનો યુવક તેના 10 થી 15 મિત્રો સાથે વાળુકડ ખાતે કોઇ એક ફાર્મ હાઉસના સ્વિમીંગ પુલમાં ન્હાવા ગયા હતા.સ્વિમીંગ પુલમાં પગ લપસી પડતા ચોકડીનો વાલ વાગી જતા ઇજા થતા તેને ગંભીર ઇજા પહોંચતા તેના 10 થી 15 મિત્રો દ્વારા ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જો કે, આ બનાવમાં તેના 10 થી 15 મિત્રોને આ વિશાલ સોલંકી સાથે થોડાક સમય પહેલા બોલાચાલી થઇ હતી.
મિત્રોએ જ વિશાલ સોલંકીની તિક્ષ્ણ હથિયારો વડે ઇજા પહોંચાડી હત્યા કરી નાખી હોય તેવો યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ બનાવમાં યુવકના મિત્રો ઉપર શંકા ન જાય તે માટે તેઓ જ આ યુવકની હત્યા કરી સર.ટી. હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાંથી તેઓ નાસી છુટ્યા હતા.