સુરત (Surat ): મળતી જાણકારી મુજબ , 23 વર્ષના નરાધમ ઈસ્માઈલે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર હતો.27 ફેબ્રુઆરીના રોજ 1 વર્ષ અને 9 મહિનાની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની હતી.બળાત્કાર બાદ હત્યા કરનાર આરોપીને સુરત સેશન્સ કોર્ટે ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.
ઈસ્માઈલે બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજા પહોંચાડી હતી અને પેટના ભાગે છરી મારી હતી. ઈસ્માઈલે પોતાના મોબાઈલમાં બાળકીના નાભિના ભાગને કઈ રીતે ડેમેજ કરાઇ તેના વીડિયો પણ જોયા હતા. નયન સુખડવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, આ બાળકીના શરીર પર જે રીતે ઈજાના નિશાન હતા તે જોતા આ ખૂબ જ હેવાનિયત ભરેલું કૃત્ય છે. મેં ઘણા બધા કેસ જોયા છે જેમાં સૌથી વધારે ક્રૂરમાં ક્રૂર ઈજાઓ આ બાળકી પર હતી. બાળકીના પેટ પર જે રીતે પેટના ભાગે કરડવામાં આવ્યું હતું તે ખૂબ જ ગંભીર ક્રૂરતાભર્યું હતું.
આ કૃત્ય બાદ આરોપી બાળકીની લાશને ફેંકીને ભાગી ગયો હતો. પોલીસે આ આરોપીને 28 ફેબુઆરીના રોજ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ટૂંક સમયમાં જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.