રાજકોટમાં પૂર્વ પ્રેમીની શિક્ષિકાને ધમકી,શારીરિક સંબંધ નહીં રાખે તો તારા પરિવારને મારી નાંખીશ.

રાજકોટ(Rajkot):અવાર નવાર પ્રેમ પ્રકરણની ઘટના સામે આવતી હોય છે,રાજકોટમાં વધુ એક ઘટના સામે આવી છે.

ફરિયાદમાં શિક્ષિકાએ જણાવ્યું છે કે, ‘પાંચ વર્ષ પૂર્વે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેનો કૈલાસ નારવાણી સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા પણ થઈ હતી. જેના કારણે બંને એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા.

કોઈ કારણોસર ફરિયાદીએ કૈલાશને મિત્રતા રાખવા બાબતે ના પાડી દીધી હતી. તેમ છતાં આરોપી દ્વારા તેનો સતત સંપર્ક સાધવામાં આવી રહ્યો હતો. આરોપી દ્વારા સતત મેસેજ અને ફોન કરવામાં આવતા શિક્ષિકાએ પોતાનો ફોન નંબર જ બંધ કરી દીધો હતો.

એક વર્ષ પૂર્વે શિક્ષિકાએ નવો નંબર ચાલુ કર્યો હતો તે નંબર પણ કોઈપણ રીતે કૈલાશ દ્વારા મેળવી લઈ શિક્ષિકાને ફોનમાં તેમજ વોટ્સએપમાં મેસેજ કરવાનું તેમજ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. તો સાથે જ ધમકી આપી હતી કે, જો તું મારી સાથે શારીરિક સંબંધમાં નહીં રહે તો તારા ભાઈને મારી નાંખીશ,તેમજ તારા પરિવારને મારી નાખીશ.

15 દિવસ પૂર્વે કૈલાશ દ્વારા ખોટી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી શિક્ષિકના  ભાભીને મેસેજ કરવાનો શરૂ કર્યું હતું. આ મેસેજમાં  શિક્કેષિક વિષે કેટલીક ખરાબ વાતો પણ કરી હતી.

શિક્ષિકના ભાભી પાંચ જુલાઈના રોજ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને પોતાના ઇન્ટાગ્રામ આઈડી પર ફરિયાદીના નામના એકાઉન્ટ પરથી આવેલા મેસેજ બતાવ્યા હતા. તપાસ કરતાં તે આઈડી અન્ય કોઈએ નહીં પરંતુ કૈલાશે બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું.