તથ્ય પટેલ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ: તે દિવસે પકડાયો હોત તો આજે 10 યુવાનો જીવતા હોત…

અમદાવાદ (Amdavad ):અમદાવાદમાં ગુરુવારની મધરાતે 160ની સ્પીડે ભાગતી જેગુઆરે અકસ્માત નોતર્યો હતો.જેમાં વૈભવી પરિવારનો નબીરો તથ્ય પટેલ ઝડપાયો હતો. હાલ એક પછી એક તથ્યના કારનામા સામે આવતા જાય છે, ત્યારે તથ્યનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં 15 દિવસ અગાઉ થાર ગાડી લઈને નીકળેલા તથ્ય પટેલે દીવાલમાં કાર ઘુસાડી હોવાની વાત સામે આવી છે.

આ અંગે સીસીટીવી ફૂટેજ પણ જોયા હતા, પરંતુ 20 હજાર રૂપિયા જેટલું સામાન્ય નુકસાન થયું હોવાથી તે સમયે ફરિયાદ કરી નહોંતી. તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવે છે અને કાર ડાબી તરફ વળે છે અને રેસ્ટોરાંની દીવાલ તોડી નાખે છે. દીવાલ તોડીને કાર રિવર્સ પણ લેવામાં આવી હતી. ત્યાર બાદ તથ્ય કાર લઈને ત્યાંથી નાસી ગયો હતો.

બે દિવસ અગાઉ ઇસ્કોન બ્રિજ પર ગંભીર અકસ્માત થયો હતો. જેમાં અકસ્માત કરનાર કારનો નંબર અને રેસ્ટોરન્ટની દીવાલ તોડનાર કારનો નંબર સરખો છે, જેથી હવે ફરિયાદ કરી છે.