આ મહિનાનો અંત હજી ખુબ જ ભારે? આ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી.

રાજ્યભરમાં મેઘરાજા ખુબ જ બેટિંગ કરી રહ્યા છે ત્યારે  હજુ આ પુરા મહિનામાં વરસાદ ખુબ જ આવવાની શક્યતા છે,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ અંગે અનેક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, સોમવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જોકે, વરસાદનો અન્ય રાઉન્ડ આવશે અને 15 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા છે.

રાજ્યમાં વરસાદને લીધે ઢોર હાની થવાની પણ શક્યતા છે તેમજ વધુમાં પાક ને પણ થોડું ઘણું નુકશાન થશે એવી  અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી.
26મી જુલાઇના રોજ અન્ય એક નવા ટ્રફનું ડિપડિપ્રેશન બનાવાની શક્યતા રહેશે. આ સાથે ઓગસ્ટમાં પણ ડીપ ડિપ્રેશન બનશે. જેના લીધે ઓગસ્ટમાં બેક ટુ બેક ડિપ ડિપ્રેશન આવશે અને બંગાળની ખાડીમાં ભારે પવન અને વાવાઝોડું સર્જાશે.
તારીખ 27, 28, 29માં ફરીથી પશ્ચિમ ઘાટમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. મહારાષ્ટ્રના મુંબઇમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ફરીથી ભારે વરસાદ થવાની શક્યતા છે.