જન્માષ્ટમીમાં સર્જાયો ભયંકર અકસ્માત- દહીં હાંડી બાંધેલી દોરી તૂટતા 9 વર્ષની બાળકીનું મોત.

ઉચી ઉચી મટકી બાંધવાને લીધે ખુબ જ મટકિ ફોડવા જતા પડી જવાની ઘટનાઓ ઘણી પ્રકાશમાં આવી છે,હાલ વધુ એક કિસ્સો સામે આવ્યો છે,ગુરુવારે મહારાષ્ટ્રના બુલઢાણામાં પણ દહીંહાંડી તહેવાર દરમિયાન એક દુ:ખદ અકસ્માત જોવા મળ્યો હતો. ઉજવણી દરમિયાન દહીંહાંડીના દોરડા સાથે જોડાયેલ ઘરની બાલ્કની પડતાં 9 વર્ષની બાળકીનું મોત થયું હતું.

મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના દેઉલગાંવ રાજા શહેરમાં ગુરુવારે કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર લોકો મટકી ફોડવાનો   કાર્યક્રમ જોઈ રહ્યા હતા., નજીકના ઘરની બાલ્કનીમાંથી દહીં હાંડી લટકાવવામાં આવી હતી. દહીંહાંડી તોડતી વખતે દોરડું નીચે ખેંચાઈ જતાં ઘરની બાલ્કની પણ નીચે ઊભેલા લોકો પર પડી હતી.

બાલ્કની પડતાની સાથે જ લોકોમાં  ખુબ જ દોડા દોડી નો માહોલ સર્જાયો હતો. બાલ્કનીના કાટમાળ નીચે દબાઈ જવાથી એક બાળકીનું મોત થયું હતું જ્યારે બીજી ઈજાગ્રસ્ત થઈ હતી. આ દુઃખદ ઘટના રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી.

બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવવી હતી,પરંતુ ત્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.,બાળકી  સાથે આમ અચાનક અઘટિત ઘટના બનવાથી પરિવાર શોકગ્રસ્ત થયો હતો.