દાદાએ ચા ન બનાવી આપી તો સગા પૌત્રએ સળિયો મારીને દાદાનું કાસળ કાઢી નાખ્યું.

આજ કાલ હત્યાના  કેસમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ દાહોદમાં ખુબ જ ચોકાવનારી હત્યાની ઘટના સામે આવી રહી છે,એક સગા પૌત્રએજ દાદાની હત્યા કરી છે.

વિગતવાર જોઈએ તો,દાહોદના ટાઢાગોળા ગામે પૌત્ર અને દાદા વચ્ચે ચા બનાવવા જેવી બાબતી બોલાચાલી થઈ હતી.  પૌત્રને ચા પીવી હોવાથી તેણે દાદાને ચા બનાવવા કહ્યું હતું, પરંતુ દાદાએ ચા બનાવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેથી પૌત્ર ઉશ્કાઈ ગયો અને દાદા સાથે મારામારી કરવા લાગ્યો હતો.

દરમિયાન પૌત્રએ ગુસ્સામાં દાદાને માથાના ભાગે લોખંડનો સળિયો માર્યો હતો.,જેના કારણે દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ દાદાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દાદાનુ મોત થયું હતું. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો અને ગામના લોકોમાં  ખુબ જ માતમ છવાઈ ગયો હતો.

આવી  કરુણ ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિના દીકરા એટલે કે આરોપીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની માહિતી મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ ચોકાવનારી ઘટના બનતા જ મૃતક વ્યક્તિના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે.