પિમ્પલ્સથી છો પરેશાન તો અનુસરો આ 4 આયુર્વેદિક ફેસ પેક, જલ્દી જ દેખાશે ફર્ક

ધૂળ, માટી, પ્રદૂષણ, તૈલી ત્વચા અને ગંદકીના કારણે મોટાભાગના લોકોને પિમ્પલ્સ, ખીલ અને પિમ્પલ્સની સમસ્યા ઉભી થાય છે. જેના કારણે ચહેરાની બધી ચમક ગાયબ થય જાય છે અને ચહેરો બદસૂરત દેખાવા લાગે છે. ખીલ દૂર થયા છતાં પણ તેના નિશાન ઘણા સમય સુધી રહે છે. આવી સ્થિતિમાં તેને કેવી રીતે દૂર કરવું તે એક મોટી સમસ્યા છે. તો ચાલો અહી તમારી સમસ્યાને દૂર કરે એવા ચાર અસરકારક આયુર્વેદિક ફેસ પેક વિષે માહિતી છે જેને લગાવીને તમે પિમ્પલ્સની સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકો છો.

તુલસીમાં ઘણા આયુર્વેદિક ગુણો જોવા મળે છે. તે એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે, જે પિમ્પલ્સ, ખીલ, બેક્ટેરિયા અને ઈન્ફેક્શનને ઝડપથી ઘટાડે છે. તમે તુલસીના પાન તેમજ તુલસીના પાનને પીસીને અને તેમાં થોડું ગુલાબજળ ઉમેરીને પિમ્પલ્સ પર લગાવાથી સમસ્યા દૂર થાય છે. અઠવાડિયામાં બે વાર આમ કરવાથી ખીલની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

લીમડો એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણોથી ભરેલો છે, જે ખીલને દૂર કરવામાં મદદરૂપ બને છે. લીમડાના પાનને સૂકવીને પાવડર બનાવવો અથવા તાજા લીમડાના પાનને થોડા ગુલાબજળ સાથે પીસીને લગાવાથી ખીલ દૂર થાય છે. આ પેકને અડધા કલાક સુધી ચહેરા પર લગાવો અને જુઓ થોડા દિવસોમાં ખીલની સમસ્યા ઓછી થવા લાગશે.

ચંદન ચહેરાને ઠંડક આપવાનું કાર્ય કરે છે અને તે એન્ટિસેપ્ટિક અને બળતરા વિરોધી ગુણોથી ભરેલો છે. તાજા દહીંમાં ચંદન પાવડર અને લીમડાનો પાવડર મિક્સ કરીને ચહેરા પર લગાવો અને ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી પિમ્પલ્સ અને ખીલની સમસ્યા ઓછી થાય છે.

ચહેરાને ઠંડક આપવાની સાથે મુલતાની માટી પિમ્પલ્સ અને ખીલની સમસ્યાને પણ દૂર કરે છે. તેના માટે મુલતાની માટીમાં થોડું ગુલાબજળ અને હળદર મિક્સ કરીને પેક બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ પછી ધોઈ લો.