જોજો હોં…ઘરની આ દિશામાં ભૂલથી પણ ના રાખતા ગણેશજીની પ્રતિમા..નહિં તો…

હિન્દુ ધર્મ અનુસાર ભગવાન ગણેશને બધા જ દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. સૌથી પહેલા ગણેશજીને પૂજવામાં આવે છે. કોઇ પણ માંગલિક અને શુભ કાર્ય કરતા પહેલા વિધ્નહર્તાની પૂજા કરવામાં આવે છે. ગણેશ ભગવાનની પૂજા કરવાથી બધા વિધ્નો અને બાધાઓ દૂર થાય છે. માન્યતાઓ અનુસાર જે ઘરમાં ભગવાન ગણેશનો વાસ હોય છે ત્યાં રિદ્ધિ, સિદ્ધિ અને શુભ લાભ પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગણેશ ભગવાનની તસવીર ઘરમાં રાખવાથી પોઝિટિવ એનર્જી આવે છે, પરંતુ વિધ્નહર્તાની તસવીર ઘરમાં રાખતા પહેલા અનેક નાની-નાની વાતોનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. તો જાણો આ વિશે તમે પણ…

  • તમે તમારા ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા રાખો છો એક જગ્યા પર ક્યારે પણ બે અથવા બે થી વધારે પ્રતિમા રાખશો નહિં. જો તમે બે રાખવા ઇચ્છો છો તો અલગ-અલગ જગ્યાએ રાખો. આમ કરવાથી તમને શુભ ફળ મળે છે અને તમારી દરેક મનોકામના પૂરી થાય છે.
  • ભગવાન ગણેશની એવી પ્રતિમા તમે ઘરમાં ક્યારે પણ ના લાવશો જેમાં સૂંઢ જમણીબાજુએ હોય. વાસ્તુ શાસ્ત્રમાં ડાબી બાજુ ગણેશજીની પૂજાનો નિયમ બતાવવામાં આવ્યો છે. જે ગણેશજીની ડાબી બાજુ સૂંઢ હોય અને તમે ઘરમાં લાવો છો તો તમારી અનેક અધુરી ઇચ્છાઓ પૂરી થાય છે અને ઘરમાં જલદી બીમારી પણ આવતી નથી.
  • ક્યારે પણ ઘરના લિવિંગ રૂમમાં ગણેશજીની મૂર્તિ લગાવશો નહિં. અનેક લોકોના ઘરમાં લિવિંગ રૂમમાં ગણેશજીની મૂર્તિ હોય છે. વાસ્તુની દ્રષ્ટિએ આ યોગ્ય નથી. લિવિંગ રૂમમાં હોવાથી ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે.
  • હંમેશા એક વાતનું ધ્યાન એ રાખો કે તમારા ઘરના બ્રહ્મસ્થળમાં ગણેશ અને તુલસીમાંની પ્રતિમા જરૂર રાખો અને આ પ્રતિમાની રોજ પૂજા કરો. પરંતુ માં તુલસીની પ્રતિમા ગણેશજીની પ્રતિમા કરતા થોડી દૂર રાખો. પાસે ગણેશજીની પ્રતિમા રાખવાથી અપ્રસન્ન થઇ શકે છે.