વડોદરા(vadodara):અવાર નવાર એવી ઘટના સામે આવતી હોય છે,જે જાણીને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ,વડોદરામાં પાટીદાર પરિવારમાં પુત્રને લીધે ખુબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે,માંજલપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંજલુપરમાં રહેલા માતા-પિતા પોતાની પુત્રીને ત્યાં કેનેડા ગયા હતા, તે દરમિયાન જ પુત્રે માતા-પિતા અને બહેનોના નામે બોગસ દસ્તાવેજ બનાવી જમીન વેચી દીધી હતી.
માંજલપુર વિસ્તારમાં અંબે સ્કૂલ પાસે સુંદરમ ફ્લેટમાં રહેતા ચંદ્રકાંત નટવરભાઈ પટેલ, તેમની પત્ની, પુત્ર-બે પુત્રીઓના નામે વાઘોડિયા તાલુકાના તરસવા ગામે 14 વીઘા તેમજ ખેરવાડી ગામે પાંચ વીઘા જેટલી જમીન સંયુક્ત માલિકીની આવેલી છે.પુત્રે આ બોગ્સ દસ્તાવેજની મદદથી કુલ 19 વીધા જમીન વેચી દીધી હતી. આ સમગ્ર મામલાનો ભાંડો ફૂટતાં પિતાએ પોતાના જ પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
પરિવારના સભ્યો વિદેશમાં હતા ત્યારે તેમના પુત્ર હર્ષ પટેલે તરસવા અને ખેરવાડીની જમીનનું બે અલગ અલગ બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બંને જમીનો પોતે માલિક છે, તેમ જણાવી તરસવા ગામની જમીન રોહિત ગોવિંદભાઈ માછી અને ખેરવાડીની જમીન સંજય રમણભાઈ ભરવાડને બારોબાર વેચી દીધી હતી.
જમીનનો સોદો બારોબાર કરી નાખતા પિતાએ પુત્ર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.