સુરેન્દ્રનગર(surendranagar):અવાર નવાર ઝગડા ને મારા મારીના બનાવ સામે આવતા હોય છે.સુરેન્દ્રનગરમાં હાલ એક જીમના ડખ્ખા ને લીધે મારામારીમાં સગા બે ભાઈના મોતનો બનાવ સામે આવ્યો છે,સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામમાં રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સગા બે ભાઈની હત્યા થઈ છે.
બન્ને ભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાતા સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. આથી હોસ્પિટલમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.જમીન ખેડવા મુદ્દે બે અલગ અલગ જ્ઞાતિના જૂથો સામસામે તૂટી પડ્યા હતા. તલવાર ધારીયા સહિતના હથિયારોથી સામસામે હુમલો કરાયો હતો.
સમઢિયાળા ગામમાં આલજીભાઈ તેમજ તેમના ભાઈ મનોજભાઈનું 70 વર્ષ જૂનુ એક ખેતર છે. જે ખેતર બાપ-દાદા વખતનું તેઓનું જ છે તેમ જણાવે છે. આલજી ભાઈ તેમજ મનોજભાઈ તેઓ સવારે તેમના પરિવાર સાથે ગામમાં આવ્યા હતા. ત્યારે ખેતી કરવા જતા સામેના પક્ષના ભીખુભાઈ તેમજ તેમનો પુત્ર સહિત અન્ય લોકોએ આવીને લાકડી, ધોકાથી માર માર્યો હતો
આ હુમલાની ઘટનામાં આલજીભાઈ તેમજ મનોજભાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. તેમજ 4 લોકોને હાલ ઈજા પહોંચી છે. પોલીસે હાલ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.