ગ્રેટર નોઈડામાં બાગેશ્વરધામના બાબાના કાર્યક્રમમાં અરજી કરવા ભીડ બેકાબૂ બની : ગરમી અને ભેજને કારણે અનેક લોકો બેહોશ અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ …

બાગેશ્વરધામના બાબા પોતાની શક્તિઓને લઈને ચર્ચાનો વિષય બની રહે છે . બાગેશ્વરધામના  પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની શ્રીમદ્ ભાગવત કથા 10મી જુલાઈથી ગ્રેટર નોઈડામાં ચાલી રહી છે.  કથા 16 જુલાઇ સુધી ચાલશે. 12મી જુલાઈ (બુધવાર)ના રોજ સવારે 10 વાગ્યાથી બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાબાના દિવ્ય દરબારમાં આયોજકો દ્વારા મૂકવામાં આવેલા ત્રણેય પંડાલ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા હતા. પંડાલની બહાર પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. બાબાના કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં VVIP પાસ ઈસ્યુ કરવામાં આવ્યા હતા, પરંતુ ભીડને જોતાં પહેલાં જ VIP એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી.

દરબારમાં ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. ગરમી અને ભેજને કારણે અનેક લોકો બેહોશ થઈ ગયા હતા તેમજ 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે.તમામને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. દિવ્ય દરબારમાં અરજી કરવા ભીડ બેકાબૂ બની ગઈ અને અરાજકતા ફેલાઈ ગઈ..જણાવવામાં આવી રહ્યું છે કે નાસભાગને કારણે મોટા ભાગે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ ઘાયલ થયાં છે. કેટલીક મહિલાઓને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. એક મહિલાની આંખ ઉપર ઈજા થઈ છે. ઘાયલોને ત્રણ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે..

 આ દરમિયાન એક મહિલાને વીજકરંટ લાગ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે VIP પાસની પાછળ એક નાના ગેટથી એન્ટ્રી થઈ રહી હતી, જ્યાં ઇલેક્ટ્રિક વાયરથી એક મહિલાને કરંટ પણ  લાગ્યો હતો ..