અમદાવાદના ગોદરેજ ગાર્ડન સીટીમાં ઈડન ટાવરના વી બ્લોકમાં લાગેલી આગમાં નવો વળાંક આવ્યો છે. પતિ-પત્નીનાં ઘરકંકાસમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતું. જો કે ફાયર બ્રિગેડની ટીમ દ્રારા આગ કાબુમાં લઈ લેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ આખાય મામલમાં હવે પોલીસની ભુમિકા સૌથી મહત્વની બની રહેશે. કારણ કે આગની આ ઘટનામાં પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ આગ લગાવી હતી. આગમાં પત્નીનું મોત થયાનું સામે આવ્યું છે.
મૃતકનું નામ અનિતા બઘેલા, જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ આગ લગાવી હતી. આગમાં પત્નીનું મોત થયાનું સામે આવ્યું છે. મૃતકનું નામ અનિતા બઘેલા, જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. દંપત્તિનો પુત્ર ધો. 8 અને પુત્રી ધો. 6માં અભ્યાસ કરે છે.
ગોદરેજ ગાર્ડન સીટીમાં આગ મામલે 20 જાન્યુઆરી 2023ના દિવસે સવારના 9.30 વાગે ગોદરેજ ગાર્ડન સીટીના ઈડન ટાવરમાં ચોથા માળે આગ લાગ્યા હોવાનો ફોન ફાયર બ્રિગેડને આવ્યો હતો. આગના વિકરાળ સ્વરુપને કારણે ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં કરી લીધી હતી. ફાયર વિભાગે આવે એ પહેલાં 12 માળના બિલ્ડિંગમાં ટોપ ફ્લોર પર રહેતાં તમામ લોકો ટેરેસ પર પહોંચી ગયા હતા. જ્યારે બાકીનાં લોકોને ફાયર વિભાગની ટીમે સાચવીને નીચે ઉતારી લેવાયા હતા. વ્યવસાયે કેમિકલ એન્જીનીયર અનિલ બઘેલના પત્ની અનિતા બઘેલનો મૃતદેહ સવારે સોસાયટીના રહીશોએ નીચે લોહી લુહાણ હાલતમાં જોયો હતો તો તેની સાથે ચોથા માળે આગ પણ લાગી હતી.જે બાદ ફાયરવિભાગને જાણ કરવામાં આવી.
આ આખીય ઘટનામાં જે ઘરમાં આગ લાગી હતી એ જ ઘરમાં એટલે કે ચોથા માળે 405 નંબરના મકાનમાં રહેતાં બાઘેલ પરિવારનાં અનિતા બાઘેલે પોતાનો જીવ ગુમવવો પડ્યો. શરુઆતમાં સૌ કોઈને લાગ્યું કે પરિવારનાં અનિતા બાઘેલનું મોત આગને કારણે થયું છે પરંતુ બિલ્ડિંગના સિક્યોરીટી ગાર્ડે જ્યારે પોલીસને નિવેદન આપ્યું ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. કારણ કે આગના આ બનાવમાં અનિલ ભાઈ ચપ્પાનાં ઘા મારેલી હાલતમાં ઘાયલ હતા. જ્યારે અનિતા બાઘેલના ગળાના ભાગે પણ ચપ્પાના ઘા મારેલાં હતા. સિક્યોરીટી ગાર્ડ જિગ્નેશ ડામોરે 405 મકાનમાં રહેતાં અનિલભાઈને બચાવો બચાવોની બુમો પાડતાં સાંભળ્યા પણ હતા.