અમદાવાદમાં અંધશ્રદ્ધા-વહેમમાં દીકરો જન્મે એવી ઘેલછામાં યુવતીનો ગર્ભપાત કરાવ્યો, કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવી.

અમદાવાદઃ આજકાલ ઘરે ઘરે ખુબ જ સ્ત્રીના  હિંસાના બનાવ  બને છે . શહેરમાં  વધુ એક ઘરેલુ હિંસાનો એક કિસ્સો સામે આવ્યો છે. પોશ વિસ્તાર આંબલીમાં રહેતી 27 વર્ષીય યુવતીને લગ્ન બાદ સાસરીયાઓ દ્વારા ત્રાસ આપીને તેમજ તેને પતિ દ્વારા  પરાણે શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરી મારઝૂડ કરી પ્રેગનેન્સી દરમિયાન અંધશ્રદ્ધા અને વહેમમાં ઘરેલું ટૂચકાં કરી તેમજ ગર્ભાવસ્થા દરમિયાન પેટ ઉપર લાતો મારી બાળકનું મોત નિપજાવી ત્રાસ આપતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

જેમાં 10 માર્ચ 2019ના રોજ યુવતીના લગ્ન  હરિયાણાના યુવક સાથે થયા હતા. ત્યારબાદ તે સાસરીયામાં પતિ, સાસુ-સસરા તેમજ બે દિયર સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના ત્રણ દિવસ બાદ તે હનીમૂન માટે ગઈ હતી, ત્યારે તેના પતિએ દારૂ પીને તેની સાથે અવ્યવહાર કર્યો હતો. તેમજ તે થાકી ગઈ હોવા છતાં પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

યુવતીને સાસરીમાં સાસુ દ્વારા નાની-નાની બાબતોમાં હેરાન કરી ઘરના સભ્યોની હાજરીમાં ગાળોથી વાત કરવામાં આવતી હતી.થોડા સમય બાદ યુવતીને ગર્ભ રહ્યો હોવાથી તેણે આ બાબતે સાસુને જાણ કરતા સાસુએ આ અંગે કોઈને પણ જાણ ન કરવાની વાત કરી હતી. સાસુએ તેની બહેન સાથે વાત કરતા તેણે પણ ડોક્ટર પાસે ન જવાની સલાહ આપી પોતે યુવતીનો ઈલાજ કરશે તેવું કહ્યું હતું.

યુવતીને એક દિવસ પેટમાં વધુ પડતો દુખાવો થતાં તેણે માતાને જાણ કરી હતી અને માતાએ તેને દવાખાનામાં સારવાર માટે લઈ જવાનું દબાણ કરતાં પતિ અને સાસુ તેને દવાખાને લઈ ગયા હતા. જ્યાં ડોકટરે દવા આપતા તેની સાસુએ માસી સાસુની ચઢામણીમાં આવીને ડોક્ટરે આપેલી તમામ દવા કચરાપેટીમાં નાખી દીધી હતી. માસી સાસુના કહેવાથી યુવતીને કમરના ભાગે દોરો બાંધવાથી છોકરાનો જન્મ થશે અને બાળક સુરક્ષિત રહેશે તેવું કહીને દોરો બાંધ્યો હતો.

એક દિવસ યુવતીને સાસુ-સસરાએ તેને ઘરમાં આવેલા મંદિર આગળ બેસાડીને તેની આંખો બંધ કરાવી તેના મોઢામાં ગોળી જેવું કોઈક પદાર્થ ખવડાવ્યું હતું.ત્યારબાદ થોડા દિવસો પછી યુવતીને રાત્રે બ્લીડિંગ શરૂ થઈ જતા તેણે સાસુને જાણ કરી હતી. ત્યારે સાસુએ બ્લીડિંગ થવું એ સારી વાત છે અને છોકરો જ જન્મશે તેવું કહ્યું હતું. જો કે, બીજા દિવસે વધુ તકલીફ થતા તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા અને ડોક્ટરે યુવતીના ગર્ભમાં રહેલ બાળક મરી ગયું હોવાથી તાત્કાલિક ગર્ભપાત કરવું પડશે અને ગર્ભપાત નહીં કરાવે તો બાળક અંદર મરી ગયું હોવાથી શરીરમાં પોઈઝન થશે અને તેના જીવને જોખમ છે. તેવું કહેતા છતાં સાસરિયાઓએ પુત્રવધુનું ગર્ભપાત કરાવ્યું નહોતો.

બોવ જ દુખાવો થતા તેણે હોસ્પિટલ લઇ ગયા હતા અને મૃત બાળક કઢાવ્યું હતું.ત્યારપછી ૧૫ દિવસ તે આરામ કરવા તેના પપ્પા નાં ઘરે જતી રહી હતી,ડોક્ટરે 3 મહિના સુધી સંબંધ બાંધવાની નાં પાડવા છતાં તેનો પતી પરાણે પ્રોટેક્શન વગર સંબંધ બાંધતો હતો.તેના લીધે તેનેફરીથી પ્રેગનેન્સી રહી ગઈ હતી.યુવતી પ્રેગનેન્ટ હતી, તે દરમિયાન પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી અને યુવતીએ તેને ના પાડતા પતિએ પેટના ભાગે અને ગુપ્ત ભાગે લાતો મારી હતી. તેને કારણે રાત્રિના સમયે તેને દુખાવો થતાં તેણે બીજા દિવસે ડોક્ટરને બતાવતા બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

દરેક તહેવારે યુવતીના પિતાના ઘરેથી સોનું, 11 કિલોગ્રામ મીઠાઈ તેમજ ઘરના સભ્યો માટે ફરજિયાત કપડા અને દહેજ પેટે વધુ પૈસાની માંગણી કરતા હતા અને તે લાવવાની ના પાડતા યુવતીને માર મારતા અને ત્રાસ આપતા હતા.

આ સમગ્ર બાબતને લઈને મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરના આંબલી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે.