સુરતમાં સગીર દીકરી સાથે પપ્પા ભાઈ કાકાએ એવું કૃત્ય કર્યું કે સાંભળીને ધ્રુજી જશો.

સુરત(surat):ગુજરાતમાં દિવસે ને દિવસે દીકરીઓ સાથે થતા કૃત્ય વધતા જાય છે.સ્ત્રીની સુરક્ષા ને લઈને ખુબ જ પ્રશ્નો થઇ રહ્યા છે.ત્યારે રાજ્યના સુરત શહેરમાંથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે.

ગુજરાતના સુરતમાં 13 વર્ષની સગીરાએ 5 લોકો સામે દુષ્કર્મનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. સગીરાનું કહેવું છે કે તેના જ પિતા, ભાઈ અને અન્ય ત્રણ લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બે લોકોને પકડ્યા હતા. સાથે જ એક સગીર છોકરાની પણ ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે મામલો ખુબ જ ગંભીર છે.

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરાએ તેના પિતા, કાકા, બે ભાઈઓ અને એક સગીર છોકરા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. અડાજણ પોલીસ મથકે પહોંચેલા સગીરાએ ગુનો દાખલ કર્યો છે. તેણે પોલીસને જણાવ્યું કે, જ્યારે તે 6 મહિનાની હતી ત્યારે તેને અડાજણ વિસ્તારમાં રહેતા પરિવારે અનાથ આશ્રમમાંથી દત્તક લીધી હતી.જેમ જેમ તે મોટી થવા લાગી, ત્યારે તેના પિતા, કાકા, બે ભાઈઓ અને અન્ય એક સગીર યુવકે તેનું  ખુબ જ ખરાબ રીતે શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું.

આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે પણ હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.