અમદાવાદમાં પત્ની સાથેના ઝઘડામાં મિત્રની મદદ લેતા મિત્રએ જ તેની પત્નીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું.

અમદાવાદ:પરિણીતાને છેલ્લા ઘણા સમયથી પતિ સાથે ખુબ જ ઝઘડા થતા હતા. જેથી પરિણીતાને સમજાવવા માટે પતિ તેના મિત્રને અવાર નવાર કહેતો હતો. જેનો ફાયદો ઉઠાવી પતિના મિત્રએ આ પરિણીતા સાથે નિકટતા કેળવી પ્રેમજાળ માં  ફસાવી હતી.

પરિણીતા પાસે પિયર જવાનું બહાનુ કઢાવી આરોપી સોમનાથ સહિતની અલગ અલગ જગ્યાએ લઇ ગયો હતો.  આરોપીએ પરિણીતા પર બળાત્કાર પણ ગુજાર્યો હતો.

પરિણીતા તેના ઘરેથી ભાગી ગઇ ત્યારે પોલીસને જાણ કરાઇ હતી. બાદમાં તે થોડા દિવસ રહીને પર આવી ત્યારે તેણે પોલીસ સમક્ષ પણ આરોપીના કહેવાથી ખોટુ નિવેદન લખાવ્યુ હતું.

પરિણીતાએ ઘરે જઇને પતિના મિત્રએ આચરેલા દુષ્કર્મની તમામ વાતો કરતા નરોડા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પતિના મિત્ર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પહેલાં પરિણીતાના પતિએ ગુમ થયાની કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી. બાદમાં થોડા દિવસ પછી આ પરિણીતા પોલીસ સમક્ષ હાજર થઇ હતી. ત્યાં તેણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે, તેના પતિના ત્રાસથી કંટાળી અને પતિના મારથી કંટાળી ઘર છોડી નિકળી ગઇ હતી. ઘરે ગયા પછી પરિણીતાએ પતિને હકિકત જણાવી કે, તે બન્ને વચ્ચે ઝગડાઓ ચાલતા હોવાથી પાડોશમા રહેતા અને તેના પતિના મિત્રએ શારીરીક સંબંધ બાધ્યા હતા.

એક મહિના પહેલા આરોપીએ પરિણીતાને સોમનાથ આવવાનું કહેતા પરિણીતાએ ના પાડી હતી. જેથી આરોપીએ પતિ સાથે સમાધાન કરાવાની લાલચ આપી હતી, છતાંય પરિણીતાએ ના પાડી હતી. જેથી આરોપીએ બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી.તેથી તે પતિના મિત્ર સાથે પરાણે ફરવા ગઈ હોવાનું કહ્યું હતું.

આરોપીએ એક હોટલમા શારીરિક સંબંધ બાંધવા માટે છોકરાઓને મારી નાખવાની અને ફોટા વાયરલ કરવાની ધમકી આપતા પરિણીતા માની ગઈ હતી. તેના પછી બીજી હોટલમાં પર દૂષ્કર્મ ગુજાર્યું હતું.

બાદમાં આરોપી પરિણીતાને તેના ગઢડા ખાતેના પીયર મુકી ગયો હતો. ત્યાંથી પરિણીતા આરોપી સાથે અમદાવાદ પરત પણ આવી હતી. અમદાવાદ આવ્યા બાદ આરોપી પરિણીતાને એરપોર્ટ પાસેની એક હોટલમાં રાખી હતી.

જ્યાં પરિણીતા આખો દિવસ એકલી રહેતી અને રાત્રે આરોપી આવીને બળાત્કાર ગુજારતો હતો. બાદમાં આરોપીએ આ બધી વાતો કોઇને ન કરવાનું કહી બાળકોને મારી નાખવાની પરિણીતાને ધમકી આપી હતી.

બાદમાં ઘરે જઇને પરિણીતાએ પતિને સમગ્ર હકીકત જણાવતા પતિના મિત્ર સામે નરોડા પોલીસસ્ટેશનમાં બળાત્કાર સહિતની કલમો હેઠળ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.