આણંદ(Aannd ): આણંદમાં કલેક્ટર લેવલના અધિકારીનો એક મહિલા સાથે છાનગપતિયાં કરવાનો વીડિયો વાયરલ થયો હતો .લેક્ટર ગઢવી આ વીડિયોમાં મહિલા કર્મી સાથે વાંધાજનક અવસ્થામાં જોવા મળ્યા હતા. જાન્યુઆરીમાં ઉતારાયેલો આ વીડિયો સરકાર સુધી પહોંચ્યા બાદ આ કેસમાં તપાસ કમિટીની રચના કરી હતી. હવે એક મહિલા સાથે રંગરેલિયાંમાં આઈએેએસ ગઢવીને કલેક્ટરની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે.
સરકારે સીધો સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કોઈ પણ પ્રકારે સરકાર બદનામ થાય એવી કોઈ પણ હરકત ચલાવી લેવામાં નહીં આવે. આક્ષેપોની તપાસ માટે સરકારે આ મામલે કમિટી રચી છે. કલેક્ટર ગઢવી સહ કર્મચારી સાથે રંગરેલિયા મનાવતા હતા તેવો વીડિયો 10 જાન્યુઆરીએ શૂટ થયો હતો. 3.30 મીનિટના આ વીડિયોમાં કલેક્ટર એક ગ્રીન પંજાબી ડ્રેસમાં સજ્જ મહિલા આવે છે. મહિલાને જોતાં જ કલેક્ટર ગઢવી તેમની સાથે છાનગપતિયા કરે છે. આ વીડિયો હવે વાયરલ થયો છે. આ વાંધાજનક વીડિયોને લઈને હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.
કલેક્ટરને બદનામ કરવા માટે રચાયેલા આ ખેલમાં પ્રમોટી આઈએએસે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. કલેક્ટર આ મામલે વીડિયો અંગે અજાણ હોવાનું જણાવી તપાસમાં સહકાર આપવાની વાત કરી રહ્યાં છે પણ જાન્યુઆરીથી વિવાદીત આ વીડિયો આખા ગુજરાતમાં ફરી રહ્યો છે અને કલેક્ટર અજાણ બની રહ્યાં છે.