તથ્ય પટેલના સોંગના શબ્દો ‘મૈં જાલીમ હત્યારા’ રિયલ લાઈફમાં સાચા ઠર્યા,તથ્યના મ્યુજિક ટીચરે શું ખુલાસો કર્યો જાણો.

અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા  અકસ્માતે સૌ કોઈ લોકોના કાળજા કંપાવી દીધા છે,નિર્દોષ 9 લોકોને કચડનાર તથ્ય પટેલ હાલ જેલ માં છે,જે રાત્રે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કર્યો એના થોડા કલાકો પહેલાં જ તેણે એક સોંગ લોન્ચ કરવાની તૈયારીઓ આદરી હતી. આ સોંગ લોન્ચ કરવા માટે તેના મ્યુઝિકના ગુરુ પાસે પહોંચ્યો હતો.

આ હતા સોંગના શબ્દો 

તેરે સિવા ના કોઈ ઉપાય, તેરે સે પ્યારા ના કોઈ હો પાયે,,તુજ હી સે શુરુ હો મેરા હરદિન,,​​​​​​જૈસે તૂ મેરે સુબહ કી ચાય.

કશ્યપ ત્રિવેદીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે,હું મ્યુઝિક-ટીચર છું અને અમદાવાદમાં મારા પરિવાર સાથે રહું છું અને મારા ઘરેથી જ મ્યુઝિક ક્લાસ ચલાવું છું.મારા પરિવારમાં પત્ની તથા બે બાળકો છે. મેં વર્ષ 2012માં આણંદમાં આવેલા વોટર પાર્કમાં એક ઇવેન્ટ કરી હતી, જેમાં હું ડીજે તરીકે હતો. આ ઇવેન્ટમાં પ્રજ્ઞેશ પટેલ પણ આવેલા હતા. એ વખતે મારે તેમની સાથે ઓળખાણ થઈ હતી. ત્યાર બાદ હું ઘણી બધી જગ્યાએ ડીજે તરીકે કામ કરવા માટે ગયો હોવાથી અને ત્યાં પ્રજ્ઞેશભાઈ આવ્યા હોવાથી અમારી વચ્ચે મિત્રતા વધી હતી.

આ સમયે તેમણે તેમના દીકરા તથ્યને મ્યુઝિક શીખવવા માટે કહ્યું હતું. હું ઘરેથી મ્યુઝિક ક્લાસ ચલાવતો હોવાથી મેં પ્રજ્ઞેશભાઈને તથ્યને મારા ઘરે ક્લાસમાં મોકલી આપવા માટે કહ્યું હતું, જેથી તથ્ય 2021-2022 દરમિયાન કોરોના પછી મ્યુઝિક શીખવા માટે મારા ઘરે આવતો હતો. મેં તથ્યને લગભગ 2 વર્ષ સુધી મ્યુઝિક શિખવાડ્યું હતું.

કશ્યપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તથ્યને મ્યુઝિક શીખવવા માટેની ફી 1 લાખ રૂપિયા હતી.તથ્યમાં સિંગર તરીકે ટેલન્ટ હતું. માત્ર એટલું જ નહીં, તે જાતે જ ગીતો પણ સારી રીતે લખતો અને જાતે જ યુટ્યૂબ પર અપલોડ કરતો હતો.

ચેનલ પર 19-07-2023ના રોજ રાત્રે 12 વાગ્યે એક ‘ચાય’ નામનું સોંગ લોન્ચ કરવાનું હોવાથી તે ગત 19 જુલાઈના રોજ સાંજે આશરે સાડાછ વાગ્યે મારા ઘરે આવ્યો હતો. એ વખતે તથ્ય તેની સફેદ રંગની 0093 નંબરની જેગુઆર કાર લઈને આવ્યો હતો.

મારે આ તથ્ય સાથે મ્યુઝિક શીખવવાનો સંબંધ છે. મારે તેની સાથે બીજો કોઈ સંબંધ નથી. મારે તેની સાથે મ્યુઝિક બાબતે જ ફોનમાં વાત થતી હતી. આ તથ્યને ગાડી સ્પીડમાં હંકારવાની ટેવ હોવાથી મેં પણ તેને એક-બે વખત ટોક્યો હતો.

તથ્ય પટેલને આ રેપ સોંગ ઉતારતી વખતે કદાચ ખ્યાલ નહીં હોય કે તેના આ શબ્દો એક દિવસ સાચા ઠરશે.