ભાવનગર જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ૧.૧૯ લાખ રાષ્ટ્રધ્વજની ફાળવણી કરવામાં આવી દેશની આઝાદીને પંચોતેર વર્ષ પુરા થવાના ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ

ભાવનગર જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ૧.૧૯ લાખ રાષ્ટ્રધ્વજની ફાળવણી કરવામાં આવી દેશની આઝાદીને પંચોતેર વર્ષ પુરા થવાના ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ અને રાજયના દરેક ઘર, સરકારી તેમજ ખાનગી એકમો, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, દુકાનો, ઓદ્યોગિક એકમો ખાતે ધ્વજારોહણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા યોજાનારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લાને ૧,૧૯,૬૦૦ રાષ્ટ્રધ્વજની ફાળવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિકના મનમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તથા દરેક નાગરીકના મનમાં પોતાના દેશ માટેુ ગર્વની સાથે દેશ દાઝની લાગણી જન્મે તથા દેશપ્રેમ વધે તેવા આશયથી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં પણ આગામી તા. ૧૩ થી ૧૫મી, ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળની રાહબરી નીચે યોજાશે. જિલ્લા કલેકટર દ્વારા સમયાંતરે બેઠક યોજીને હર તિરંગા કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડે એ માટે વહીવટીતંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ જિલ્લાના દરેક ઘર, દરેક સરકારી તેમજ ખાનગી એકમો, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, દુકાનો, ઓદ્યોગિક એકમો ખાતે તેમજ નગરપાલિકાની મિલકતો સહિત જિલ્લાના મહત્તમ નાગરિકોને તિરંગો ફરકાવવા માટે જિલ્લા કલેકટર તરફથી અનુરોધ કરાયો છે.