ગાંધીનગરમાં સસરાએ પોતાની જમીન વેચીને જમાઇને દહેજમાં લાખો રૂપિયા આપ્યા છતાં દીકરીને સાસરિયામાં ત્રાસ,

ગાંધીનગર (GANDHINAGAR):મોટા શહેરોમાં દહેજ ,આપઘાત ,ચોરી ,લુંટફાટ ના  કિસ્સા અવારનવાર  સામે આવે છે . એવો જ એક  દહેજ નો કિસ્સો ગાંધીનગર બન્યો હતો .ગાંધીનગરમાં રહેતાં સસરાના પૈસે જમાઈ સ્ટુડન્ટ વિઝા પર લંડનમાં સેટ થઈ ગયો છતાં દીકરીને વધુ દહેજ માટે સાસરિયાઓ શારીરિક માનસિક ત્રાસ આપતાં હતા .

જેનાં પગલે પરિણીતાએ લંડન સ્થિત પતિ સહિત છ સાસરિયા વિરુદ્ધમાં ગાંધીનગર મહિલા પોલીસ મથકમાં દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

ગાંધીનગરના પેથાપુર ખાતે રહેતી 22 વર્ષીય યુવતીના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ તા.4/11/2022 ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક ખોડીદાસની ચાલીમાં રહેતાં યુવક સાથે કરવામાં આવ્યા હતા  પરંતુ આ લગ્ન જીવન માત્ર અઠી  મહિના માં જ  ચાલ્યું હતું .

પતિને સ્ટુડન્ટ વિઝા પર લંડન જવાની પ્રોસેસ ચાલતી હોવાથી લંડન જવાના ખર્ચ પેટે 30 લાખ દહેજ માટે પતિ સાસુ સસરા, નણંદ, કાકા સસરા અને કાકી સાસુ શારીરિક માનસિક ત્રાસ આપવા માંડ્યા હતા. આથી દીકરીના ઉજળા ભવિષ્યને ધ્યાને રાખી સસરાએ જમીન વેચીને 10 લાખ રોકડા આપ્યા હતા.

આટલું દહેજ આપવા છતાં તેમ છતાં સાસરિયા વધુ દહેજની માંગણીઓ કરી તેણીના પિતાને અપમાનિત કરતા હતા. ત્યારે ફોન પર વાતચીત કરવા બાબતે ખોટી શંકા રાખીને પતિએ મારઝૂડ કરી હતી.

આ દરમ્યાન પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધોની હોવાની જાણ પરિણીતાને થઈ ગઈ હતી. જે મામલે પણ સાસરિયા પતિનું ઉપરાણું લઈ શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.બાદમાં પતિ 31 મી જાન્યુઆરી – 2023 નાં રોજ લંડન જતો રહ્યો હતો. અને જતાં જતાં કહેતો ગયેલો કે તારા બાપાને કહેજે બાકીના 20 લાખ મોકલી દે નહીં તો તને તારા બાપનાં ઘરે પાછી મોકલી દઈશ. જેથી બીજા 20 લાખ તેણીના પિતાએ આપ્યા હતા. જેમાંથી તેના નામે 14 લાખની એફડી અને 6 લાખ જમાઈના લંડન જવાના ખર્ચ પાછળ વાપર્યા હતા.

 તેમ છતાં સાસુ સસરા સહીતના સાસરિયા વધુ પાંચ લાખનું દહેજ માંગતા હોવાથી આખરે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી .