સુરતમાં સસરાએ જમાઈ પાસે પુત્રીના છૂટાછેડા માટે રૂ.50 લાખ માંગી,જમાઈનું ઘર સળગાવ્યું.

સુરત(surat):દિવસે ને દિવસે એવા કિસ્સા સામે આવતા હોય છે,જેના લીધે ચકચાર મચી જવા પામતી હોય છે.સુરતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે.દેલાડવા ગામમાં રહેતા યુવાન પાસે રૂ.45 લાખની માગણી કરી છૂટાછેડા આપવા તૈયાર થયેલા સસરાએ બીજા જ દિવસે રૂ.50 લાખ અને ફ્લેટની માગણી કરી હતી. જમાઈના ઘરને આગ લગાવતા ડીંડોલી પોલીસે તેમને સ્થળ પરથી ઝડપી લીધો હતો.

ભાવનગરના મહુવાના બાંભણિયા ગામનો વતની અને સુરતમાં માતા-પિતા અને ભાઈ-ભાભી સાથે દેલાડવા ગામ દીપદર્શન સ્કૂલની પાછળ વૃંદાવન રેસિડન્સીમાં રહેતા.ચાર વર્ષ અગાઉ તે સોશિયલ મીડિયા મારફતે તેના સમાજની નિધિ રમેશભાઈ છોટાળાના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ થતા તેમણે 19 મે 2021ના રોજ વડીલોની મંજૂરીથી લગ્ન કર્યાં હતાં.

નિધિ સુસાઇડ કરી પરિવારને ફસાવી દેવાની ધમકી આપતી હતી.નિધિએ ફરી ધમકી આપી છૂટાછેડા લઈ યુ.કે. જવું છે કહી ખર્ચ માગતા ગુણવંત તેને યુ.કે. જવાનો ખર્ચ રૂ.30 લાખ આપવા પણ તૈયાર થયો હતો.

નિધિને છૂટાછેડા આપવા સંમત થયેલા ગુણવંતે રૂ.45 લાખ આપવા કહેતા તમામ તૈયાર થયાં હતાં. બીજા દિવસે સસરા ૨મેશભાઈએ ગુણવંતને ફોન કરી છૂટાછેડા માટે રૂ. 50 લાખ અને વેસુમાં 2-બીએચકે ફ્લેટની માગણી કરતા ગુણવંતે ના પાડી હતી.

ગુણવંત ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં આગ ચાલુ હતી અને ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. ગુણવંતે ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરતા બંને સ્થળ પર પહોંચ્યાં હતાં. પોલીસે ત્યાં હાજર રમેશભાઈને ઝડપી લીધા હતા.

આગમાં પાકિંગમાં મૂકેલી બે સાઇકલ, બુલેટ, એક્ટિવા, ઈન્વર્ટર અને એસીના બે કોમ્પ્રેશર, ફર્નિચર બળી ગયાં હતાં.