ગાઝિયાબાદ માં કુતરાએ ૧૪ વર્ષના માસુમ નો લીધો જીવ ..પિતાના ખોળામાં જ તડપી-તડપીને અંતિમ શ્વાસ લીધો..સમગ્ર ઘટના સાંભળી તમારું હદય ધ્રુજી ઉઠશે ..

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કૂતરુ કરડવાથી 14 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. બાળકે આ દર્દ લગભગ દોઢ મહિના સુધી તેના માતા-પિતાથી છુપાવીને રાખ્યું, પરંતુ જ્યારે સ્થિતિ વધુ બગડી તો સમગ્ર સત્ય બહાર આવ્યું. એઈમ્સથી લઈને તમામ મોટી હોસ્પિટલોએએ કહ્યું કે તેની સારવાર શક્ય નથી. બુલંદશહરમાં ડૉક્ટરને ત્યાં બતાવીને પાછા ફરતી વખતે એમ્બ્યુલન્સમાં જ પિતાના ખોળામાં બાળકનું મોત થયું હતું. બ

પાર્પ્ત માહિતી મુજબ ,સમગ્ર મામલો વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. યાકુબનો પરિવાર અહીં ચરણ સિંહ કોલોનીમાં રહે છે. યાકુબ સખત મહેનત કરીને પોતાના પરિવારનો ઉછેર કરે છે. શાહવેઝ આઠમા ધોરણમાં ભણતો હતો.

શાહવેઝને લગભગ દોઢ મહિના પહેલા પાડોશીનો પાલતુ કૂતરો કરડ્યો હતો, પરંતુ તેણે તેના પરિવારને આ વિશે જણાવ્યું ન હતું. થોડા દિવસો સુધી છુપાવ્યા પછી,ચાર દિવસ પહેલા, 1 સપ્ટેમ્બરના રોજ તેના 14 વર્ષના પુત્રને વિચિત્ર તકલીફો થવા લાગી.તે પાણી જોઈને ડરી ગયો. ખાવા-પીવાનું બંધ કરી દીધું. ક્યારેક ભસવા જેવા અવાજો પણ આવવા લાગ્યો.

જ્યારે પરિવારે કેટલાક ડોક્ટરોની સલાહ લીધી તો જાણવા મળ્યું કે તેને થોડા સમય પહેલા કૂતરું કરડ્યું હશે, જેનું ઈન્ફેક્શન હવે વધુ ફેલાઈ ગયું છે. ત્યારે બાળકના દાદા મતલૂબ અહેમદે કહ્યું, “ત્રણ દિવસ સુધી અમે જીટીબી દિલ્હી, એઈમ્સ દિલ્હી સહિત મેરઠ-ગાઝિયાબાદની હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સમાં ફરતા રહ્યા. કોઈપણ હોસ્પિટલે અમારા પૌત્રને દાખલ ન કર્યો અને તેની સારવાર શક્ય નથી તેવું જણાવી દીધું.

કોઈએ અમને કહ્યું કે બુલંદશહરમાં એક ડૉક્ટર તેની દેશી દવાઓ સાથે સારવાર કરી શકે છે. અમે સોમવારે રાત્રે 8 વાગ્યે અમારા પૌત્રને તે ડૉક્ટર પાસે લઈ જઈને એમ્બ્યુલન્સમાં ગાઝિયાબાદ પરત ફરી રહ્યા હતા ત્યારે જ રસ્તામાં પૌત્રનું મૃત્યુ થયું હતું.”