અમદાવાદ (Amdavad ):શહેરોમાં અકસ્માતો બંધ થવાનું નામ જ નથી લેતા એવામાં અમદાવાદના હેબતપુર બ્રિજથી પકવાન બ્રિજ જવાના રોડ પર પૂરપાટ ઝડપે જઇ રહેલી કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર છ યુવાનો પૈકી ત્રણનાં મોત થયા હતા.
મળતી જાણકારી મુજબ ,, ઓવરસ્પીડમાં જઇ રહેલી કાર ડિવાઇર સાથે અથડાઇને વીજ પોલ સાથે ટકરાઇ હતી. જે બાદ કાર હવમાં ફંગોળાઇ હતી. કાર હવામાં જ ચાર-પાંચ વખત ફંગોળાઇને સામેના રોડ પર પટકાઇ હતી. આ ગંભીર અકસ્માતમાં ત્રણ મિત્રોનાં મોત નિપજ્યા હતા, જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.
નવા વાડજમાં રહેતા છ મિત્રો રાહુલ પ્રજાપતિ, નરેશ પ્રજાપતિ, મિતેશ પ્રજાપતિ, કૌશલ પ્રજાપતિ, પ્રવીણ પ્રજાપતિ અને નિમેષ પ્રજાપતિ સોમવારે રાત્રે દોઢેક વાગ્યે કાર લઇને કર્ણાવતી ક્લબની સામે અમદાવાદ ફૂડ પાર્કમમાં નાસ્તો કરવા ગયા હતા.નિમેષ ઓવરસ્પીડે કાર હંકારી રહ્યો હતો, ત્યારે જ કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી નાસ્તો કરીને રાત્રે ત્રણેક વાગ્યે ઘર તરફ પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો.
જે બાદ કાર થાંભલા સાથે અથડાઇ હવામાં ફંગોળાઇને સામેની બાજુ રોડ પર પટકાઇ હતી. આ અકસ્માતમાં નરેશ, મિતેશ અને કૌશલનું મોત થયું હતું. જ્યારે પ્રવીણ અને રાહુલને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. કારચાલક નિમેષ પંચાલ સામાન્ય ઇજા થતાં તે ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.