ગીર-સોમનાથમાં વિદ્યાના ધામને શર્મશાર કરતો કિસ્સો,શિક્ષકે વિદ્યાર્થીની સાથે શાળાના રૂમમાં કર્યું શરમજનક કામ…

 ગીર-સોમનાથ(Gir somnath):દિવસે ને દિવસે માનવ ની માણસાઈ ઘટતી જાય છે,એવો જ એક કિસ્સો ગીર સોમનાથમાં સામે આવ્યો છે,જેશિક્ષક ના નામને લાંછન લગાવતો કિસ્સો છે.ગીર સોમનાથ ની અંદર આવેલા ઉનાના મોટા ડેસર ગામની અંદર શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું હોવાનો મામલો સામે આવી રહ્યો છે.

ઉનાના મોટા ડેસર ગામે શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાં કરવાનો મામલો સામે આવ્યો છે. શાળામાં રાખવામાં આવેલી ફરિયાદ પેટીમાંથી ચિઠ્ઠીઓ મળી આવી હતી. આ પેટી દ્વારા વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરી હતી.

એક શિક્ષકે જ વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. તેના કારણે આખા ગામમાં આ શિક્ષક પર રોષ ફેલાયો છે. આ પહેલાં પણ સરકારી શાળાઓમાં વિધાર્થિનીઓ અથવા શિક્ષિકાઓ સાથે આવા બનાવો સામે આવ્યાં હતાં.

આ સમગ્ર મામલે ઉના તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી છે. ગામ લોકો એ માંગ કરી છે કે, આ શિક્ષક સામે આકરા પગલાં અને કડક સજા ફટકારવામાં આવે.

શિક્ષણ વિભાગને આ સમગ્ર મામલે જાણ થતા ઉના તાલુકા શિક્ષણ અધિકારી મોટા ડેસર પહોંચ્યા હતા. તાલુકા શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ, ડેસર ગામેથી શિક્ષકને લાંછન લગાડવાના કિસ્સાની જાણ ગામ લોકો દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, શાળામાં રાખેલા ફરિયાદ બોક્સમાં પણ શિક્ષક વિરુદ્ધ ફરિયાદો મળી છે. તેના કારણે જિલ્લા શિક્ષણ અધિકારી અને ડીડીઓને જાણ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે શિક્ષકની સીમર બદલી કરી તપાસ શરૂ કરવામાં આવી છે.