હિંમતનગરમાં બકરાં છોડ ખાઈ જવાના નાના એવા ઝઘડામાં પાડોશી વચ્ચે ખૂની ખેલ ખેલાતા ચકચાર મચી ગયો …

હિંમતનગર (Himmatnagar ):અત્યારે માણસો નાની એવી વાત માટે લોહીનો ખેલ ખેલી નાખે છે એવો જ એક બનાવ ઇડરમાંથી સામે આવ્યો છે .ઇડરના ગંભીરપુરામાં પડોશીના બકરા ઘર આગળ વાવેલ ફૂલછોડ ખાઈ રહ્યા હોવાના મામલે બે પાડોશી વચ્ચે બોલાબોલી થતા હદય થંભી જાય તેવો બનાવ બન્યો હતો .

મળતી જાણકારી મુજબ ,ઇડરના ગંભીરપુરામાં મંગળવારે સાંજે ચારથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન પડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે નાની અમથી બાબત ખૂની રંજીશમાં ફેરવાઈ ગઈ હતી. મળતી વિગત અનુસાર ગંભીરપુરામાં રહેતા સમીનાબાનું ઇરફાનભાઇ લુહારના ઘર આગળ વાવેલ ફૂલ છોડ પડોશીના બકરા ખાઈ રહ્યા હોવાથી સમીનાબાનું અને રૂકસારબાનુંતે મના પડોશી અયાદખાન પઠાણના ઘેર ગયા હતા.

ઝઘડા દરમિયાન પડોશી ઢળી પડતાં મોત નીપજ્યું હતું. જેની જાણ થતા રોષે ભરાયેલ મૃતકના પુત્રએ લાંબા છરા જેવું તિક્ષ્ણ હથિયાર લઈ દોડી આવ્યો હતો અને એક મહિલાનો કાંડામાંથી હાથ કાપી નાખ્યો હતો અને બીજી મહિલાને પણ માથામાં પીઠના ભાગે ઈજા થયાનું જાણવા મળી રહ્યું છે.ઘટનાને પગલે દોડી આવેલ પોલીસ મૃતકના પુત્રને લઈ ગઈ હતી એક મહિલાને ખાનગી અને બીજી મહિલાને ઈડર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.