જૂનાગઢમાં માતાએ નાહવા માટે બોલાવતાં જ 5 વર્ષનો પુત્ર ભાગીને કારમાં સંતાઈ ગયો,કારમાં ગૂંગળાઈ જવાથી બાળકનું કરુણ મોત.

જૂનાગઢ(Junagadh):રાજ્યભરમાં  મોતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ જૂનાગઢમાંથી એક બાળકના મોતની ખુબ જ ચોકાવનારી  ઘટના સામે આવી છે,જૂનાગઢમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાંચ વર્ષના બાળકને નાહવાનું ન ગમતાં તે કારમાં જઈને સંતાઈ ગયો હતો. જોકે કારનો દરવાજો લોક થઈ જતાં એ બહાર આવી શક્યો નહોતો,અને કારમાં જ ગૂંગળાઈને તે તડપી તડપીને મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર,જૂનાગઢ જીઆઇડીસી-2માં પ્લોટ નંબર 906ના પ્લાસ્ટિકના કારખાનામાં મૂળ ઉત્તરપ્રદેશના કંચનપુરનો રવીન્દ્ર ભારતી દસ વર્ષથી નોકરી કરતો હતો.શુક્રવારે રવીન્દ્ર ભારતીની પત્નીએ તેના પાંચ વર્ષના બાળક આદિત્યને નાહવા જવાનું કહ્યું હતું, પરંતુ તેને નાહવાનું ગમતું ન હોવાને કારણે તે કારખાનામાં પડેલી એક કારમાં જઇને સંતાઇ ગયો હતો. કારમાં અંદર જતાંની સાથે દરવાજો અંદરથી બંધ થઈ ગયો હતો.

ઘણા સમયથી આ આદિત્ય દેખાયો નહીં એટલે પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં નજીકના સીસીટીવી ચેક કરતાં આદિત્ય કાર પાસે દેખાઈ આવ્યો હતો, જેથી પરિવારે સ્થાનિકો સાથે કારનો દરવાજો ખોલતાં આદિત્ય બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનો પહેલા જૂનાગઢ સિવિલ અને બાદમાં રાજકોટ સિવિલ બાળકને લઇ ગયા હતા.

ડોકટરે જણાવ્યું હતું કે બાળકનું કારમાં જ મૃત્યું થઇ ગયું  હતું.,બાળકનું આમ મોત થતા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.