સુરત(surat):રાજ્યભરમાં અકસ્માતના સમાચાર ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ માં જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે,સુરતના પાંડેસરા વિસ્તારમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિ લઈને આવતી આઇસર ટેમ્પામાંથી નીચે પટકાયેલા યુવકનું 10 દિવસની સારવાર બાદ મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર,પાંડેસરામાં આવેલી કાશીનગર સોસાયટીમાં મૂળ ઉત્તરપ્રદેશનો 30 વર્ષીય ટિંકુ અવતાર સિંગ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને એક 4 વર્ષની દીકરી છે. ટિંકું વેલ્ડીંગ કામ કરતો હતો,અને પરિવારમાં આર્થિક સહાય કરતો હતો.
17 મીના રોજ ટિંકુ કાશીનગરના ગણેશ મંડળના ગણપતિ લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે ઘર નજીક જ આવેલા વેલકમ સેન્ટર નજીક આઇસર ટેમ્પા ઉપરથી પસાર થતા સમયે અચાનક ટિંકુ ટેમ્પા પરથી નીચે પડી ગયો હતો. માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
સારવાર બાદ 10માં દિવસે આજે ટીંકુનું મોત થયું હતું,ટીંકુના મોતના સમાચારથી પરિવાર ખુબ જ ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો,એક ની એક લાડલી દીકરીએ પિતાની છ્ત્રછ્યા ગુમાવી છે.