જૂનાગઢમાં ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ, પિતા સામે જ પુત્રીનું થયું તડપી તડપીને મોત.

જૂનાગઢ(Junagadh):રાજ્યભરમાં મેઘરાજાએ ખુબ જ ધૂમ મચાવી છે,બંધ થવાનું નામ જ નથી લેતા ત્યારે જૂનાગઢમાં એક યુવતીનું પાણીમાં તણાઈ જવાને લીધે તેના પિતાની સામે જ મોત થયું છે,ચાલુ વરસાદે પિતા-પુત્રી કારમાં જતા હતા. ત્યારે અચાનક સોનરખ નદીમાં પાણી આવી જતા ગાડી તણાઈ ગઇ હતી. જેમાં પરણિત દીકરી દીપચંદા રાઠોડ તણાઇ ગયા હતા. યુવાન દીકરીનું મોત થતા પરિવાર પર ખુબ જ દુખ આવી પડ્યું હતું.

દિપચંદાબેન  ડો. સુભાષ યુનિવર્સિટીમાં લેકચરર હતા. તેમના પતિ ભરતભાઇ રાઠોડ માણાવદરના ખાંભલામાં એગ્રી યુનિવર્સિટીમાં કામ કરે છે, દિપચંદાબેન કામને કારણે પિતાની સાથે રહેતા હતા અને રજાના દિવસે પતિ પાસે જતા હતા. દિપચંદાબેન કોલેજમાં લેકચર પુરા  કરી પોતાના પિતા સાથે કારમાં આવી રહ્યા હતા. તે દરમિયાન ભરડાવાવ પાસે એક દીવાલ પડી હતી, જે બાદ ત્રણ રિક્ષા, બાઇક, ટેમ્પો પણ તણાયા હતા. દિપચંદાબેનના પિતાએ વરસાદી પાણીમાંથી લોકોની મદદ કરીને તેમને બચાવ્યા પણ હતા.

​​​​​​​આ લોકો એક બીજાનો હાથ પકડીને પસાર થઇ રહ્યા હતા.,ત્યાં હાથ છૂટી ગયો અને બધા ફંગોળાયા હતા. દિપચંદાબેન થાંભલો પકડ્યો હતો પરંતુ આઇસર પાણીમાં ફંગોળાઇને આવ્યું હતુ. તેની નીચે દબાઇ જતા આઇશર નીચેથી જ તેમની લાશ મળી આવી હતી.

દિપચંદાબેનના ફાધર ચંદુભાઇ ધાધલે અન્ય 2 વ્યક્તિને બચાવી લીધા પરંતુ તેમના દીકરીને બચાવી શક્યા ન હતા,દીકરીનું કરુણ મોત થતા ઘર પર આભ તૂટી પડ્યું હતું,પિતાની નજર સામે જ તેની વ્હાલસોય દીકરીનું કરુણ મોત થતા પિતાજી નો કલ્પાંત જોઇને ગામ ધ્રુજી ગયું હતું.