જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં ખુબ જ દોડધામ મચી, 4 દટાયાની આશંકા.

જૂનાગઢ(junagadh):જૂનાગઢમાં મેઘરાજાએ ખુબ જ ધૂમ મચાવી છે ત્યારે, કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. કડિયાવાડ વિસ્તારમાં આવેલા શાક માર્કેટ નજીક હોવાથી 4 લોકો અંદર દટાયા હોવાની શંકા છે.

ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું કે, તંત્ર દ્રારા પ્રથમ પ્રાથમિકતા દટાયેલા લોકોને બહાર કાઢવાની છે. આપણી અપેક્ષા છે કે કામ 10 ગણી સ્પિડે ચાલે.કેટલા લોકો દટાયા તેની કોઈ માહિતી નથી મળી પણ એક પરિવારે કહ્યુ હતું કે, અમારા બાળકો રીક્ષામાં છે જે રીક્ષા નીચે દટાયેલી છે. આ રીક્ષા નીકળે પછી અંદાજ આવે કે કેટલા લોકો દટાયા છે.

આ મકાનની નીચે દુકાનો હતી,આ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાથી લોકોની ભારે ભીડ જામતી હોય છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના સ્થળે મનપા તંત્ર, પોલીસ અને જૂનાગઢના ધારાસભ્ય પણ પહોંચી ગયા  છે, NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી શરૂ કરી છે