સુરતમાં છેલ્લા અઢી વર્ષમાં પોલીસના ચોપડે ચઢેલા આંકડા ચોંકાવનારા વરાછા, અમરોલીમાં દર 4 દિવસે 1 સગીરા ગુમ

સુરત(surat):સગીરાઓનું ભાગી જવાનું પ્રમાણ સમાજ માટે ચિંતાનો વિષય છે. સગીરાઓ બીજાના પ્રભાવ આવીને કે કોઈના પ્રેમમાં પડીને ભાગી જવાના કિસ્સા વધી રહ્યા છે. તેઓ ક્યારેક કોઇ લોભ-લાલચમાં તો ક્યારેક બ્લેકમેઇલીંગનો શિકાર બને છે અને કાચી વયે ઘરેથી લાંબું સમજ્યા વિના ભાગી છૂટે છે.

શહેરમાં છેલ્લા 3 વર્ષમાં સગીરાઓના ઘરેથી ભાગી જવાના બનાવમાં સતત વધારો જોવા મળ્યો છે. પોલીસ રેકોર્ડ પ્રમાણે સુરતમાં 2021માં 192 સગીરાઓ ગુમ થઇ હતી, જ્યારે 2022માં 226 અને 2023માં અત્યાર સુધીમાં 66 બાળકીઓ ગુમ થઇ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

માત્ર 13 કે 15 વર્ષની ઉંમર હોય તો પણ સગીરાઓ પોતાનું ઘર છોડીને અન્ય યુવકોના શરણોમાં જતી રહે છે, પરંતુ જ્યારે તેમને ખરેખર ભાન આવે ત્યારે બહું મોડું થઇ ગયું હોય છે, એવું પોલીસનું કહેવું છે.શહેરના કતારગામ, અમરોલી, વરાછા, સરથાણા, ડિંડોલી, ઉધના અને લિંબાયતમાંથી સગીરાઓનું ભાગી જવાનું પ્રમાણ વધુ છે. અહીં સરેરાશ દર 4-5 દિવસે એક સગીરા ગુમ થવા અંગે અપહરણની ફરિયાદ નોંધાઇ રહી છે.

આ બાળકીઓને ભાગી જવામાં સોશીયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ તેમજ સગીરાઓ જ્યાં રહે છે અથવા જ્યાં ટ્યુશન જાય કે બીજી એક્ટીવીટી માટે જાય છે તે સ્થળનું વાતાવરણ ખુબ જ મોટો ભાગ ભજવે છે.

પોલીસ મથકે નોંધાયેલા આંકડા પ્રમાણે 2021 થી 2023 સુધીના છેલ્લા અઢી વર્ષના સમયગાળામાં કુલ્લે 3855 સ્ત્રીઓ ગુમ થઇ છે, જેની સામે પોલીસે 3303 સ્ત્રીઓ મળી આવી છે અને બાકીની 258 સ્ત્રીઓ હજુ પણ મળી આવી નથી.

આ સ્ત્રીઓમાં કેટલીક સ્ત્રીઓ તો પોતાના બાળકોની સાથે અન્યપુરુષ સાથે ભાગી જવાના કિસ્સા પણ પોલીસ ચોપડે નોંધાયા છે આ બાળકીઓને ભાગી જવામાં સોશીયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ તેમજ સગીરાઓ જ્યાં રહે છે અથવા જ્યાં ટ્યુશન જાય કે બીજી એક્ટીવીટી માટે જાય છે તે સ્થળનું વાતાવરણ ખુબ જ મોટો ભાગ ભજવે છે.

પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે સુરતની વધતી વસતી સામે માથાભારે તેમજ ગુનાખોરી કરતી ગેંગો વધી છે, પોલીસમાં નોંધાતા ગુનાનો ઉકેલ લાવવાને બદલે પોલીસ પોતાનો અડધો સમય ભાગી ગયેલી સગીરાઓને શોધવામાં વધારે વેડફે છે.