માળીયા ના કાલીંભડા ગામે યુવાને છરી તથા રિવોલ્વર જેવું હથિયાર બતાવી માર મારી 1.95 લાખના દાગીના લઈ ગયા

જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના કાલીંભડા ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા મહેશભાઈ છગનભાઈ પાથર ઉંમર વર્ષ 36 ના ભાઈ ભરતભાઈ ગતરાત્રે 11 વાગ્યે સોનારડીના સાગર કાંતિ સોલંકી એ ફોન કરી તારા સસરા ગોકળભાઈ એ હવાલો આપ્યો છે જેથી 10,000 આપી જા નહીં તો તારા ટાંટિયા ભાંગી નાખીશું તેમ કહી ધમકી આપી હતી પરંતુ ભરતભાઈએ આ ફોન બાબતે કોઈ ધ્યાન આપ્યું ન હતું બાદમાં રાત્રીના અઢી વાગ્યે સાગર સોલંકી અને મેંદરડા નો ભીખાવલ્લભ કળથીયા કારમાં આવ્યા હતા અને મહેશભાઈના ઘરની દિવાલ કૂદી અંદર ઘુસી દરવાજો ખખડાવતા મહેશભાઈ દરવાજો ખોલ્યો હતો અને સાગર સોલંકી એ છરી અને ભીખાએ પાઇપના ચાર પાંચ ઘા મહેશભાઈને મારી દીધા હતા અને રિવોલ્વર જેવું હથિયાર બતાવી ધમકી આપી હતી આ ભરતને મારવા જ લીધી છે તેમ કહ્યું હતું અને બાઈકમાં પાઇપ મારી નુકસાન કર્યું હતું ઓસરીમાં આવી ઘરમાં જે દાગીના છે તે આપી દેવા કહી મહિલાઓ સામે મહેશભાઈ હથિયાર બતાવી ધમકી આપી હતી જેથી ગભરાઈ ગયેલી મહિલાઓએ કબાટમાંથી દાગીના ભરેલી થેલી આપી દેતા 1.95 લાખની કિંમતનો સોનાનો હાર અને બુટ્ટી લઈ ગયા હતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે