મુંબઈમાં પતિની નજર સામેથી દરિયાના મોજાં પત્નીને ખેંચી ગયા , ‘મમ્મી અહીં આવી જા…’એમ બાળકો ચિસો પાડતા રહ્યાં.

મુંબઈ (Mumbai ):ઘણી વખત ખતરનાક સ્થળોએ સેલ્ફી લેતી વખતે લોકો જીવ ગુમાવી બેસતા હોય છે. આવી જ એક દર્દનાક દુર્ઘટના મુંબઈમાં બની હતી. પરિવાર સાથે પિકનિક મનાવતી વખતે પત્ની ક્યારે પતિના હાથમાંથી છૂટી પડી તે ખબર જ ન પડી. મોટા મોજાઓને જોઈને 12 વર્ષની દીકરી ચીસો પાડતી રહી, પરંતુ ફોટો પડાવવામાં વ્યસ્ત દંપતીએ તેના પર ધ્યાન ન આપ્યું અને મહિલાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. તેને  12 વર્ષની પુત્રી અને 6 વર્ષનો  પુત્ર  છે .

મળતી જાણકારી મુજબ , રબાલેના ગૌતમ નગરમાં રહેતા મુકેશે આ ઘટનાને યાદ કરતા મેં તેને બચાવવાની પુરી કોશિશ કરી, જ્યારે ચોથી લહેર મારી પાછળ આવી તો, સંતુલન બગડી ગયું અને અમે બંને લપસી ગયા. મેં મારી પત્નીની સાડી પકડી પરંતુ તે લપસી ગઈ હતી. આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી.

આગળ મુકેશે જણાવ્યું કે, મારી પકડ મજબૂત હતી, પણ તેની સાડી લપસી ગઈ અને મારી આંખોની સામે દરિયા મારી પત્નીને ખેંચી ગયો. મારા બાળકો પણ ત્યાં જ હતા. મદદ માટે બૂમો પાડતા રહ્યા, પણ કોઈ કશું કરી શક્યા નહીં. મને નથી ખબર આ આઘાતમાંથી કેવી રીતે બહાર આવીશું. આજૂબાજૂમાં ઊભેલા લોકો આ દુર્ઘટના જોઈ અને તરત પોલીસને સૂચના આપી. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ થઈ અને દુખદ રીતે રવિવાર મોડી રાતે જ્યોતિની લાશ મળી આવી..