પાણીપુરી પ્રેમી માટે દુખદ સમાચાર : વડોદરામાં 10 દિવસ સુધી પાણીપુરી વેચવા પર પ્રતિબંધ ,પાણીજન્ય રોગચાળો વકરતાં કોર્પોરેશનનો નિર્ણય.

વડોદરા (Vadodra): ચોમાસાની ઋતુમાં સામાન્યપણે રોગચાળામાં વધારો થાય છે એવામાં પાણીજન્ય રોગચાળો વકરતા મનપાએ મોટો નિર્ણય લીધો છે.શહેરમાં 10 દિવસ પાણીપુરી મળશે નહીં. શહેરમાં 10 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડોદરાના આરોગ્ય વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાણીપુરી વેચનારાઓને મનપાએ સૂચના આપી છે. જો પાણીપુરી વેચશે તો મનપાની ટીમ બંધ કરાવશે. ગઈકાલે જ પાણીપુરીના વેચાણ સ્થળે મનપાએ દરોડા પાડ્યા હતા. ગઈકાલના દરોડા બાદ આજે મનપાએ મોટો નિર્ણય લીધો છે. વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને  હાલ વધી રહેલા પાણીજન્ય રોગચાળા વિશે પૂછતાં કહ્યું કે, આરોગ્ય વિભાગ પહેલાંથી જ ખાદ્ય વસ્તુઓની ચેકિંગ કરે છે. જો લાયસન્સ વગર અને અખાદ્ય વસ્તુઓની વેચાણ થતું હોય તો તેમને નોટિસ પણ આપવામાં આવે છે. ઘણી દુકાનોને બંધ કરાવવામાં આવી છે.

શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ કરી 200 કિલોગ્રામ જેટલી અખાધ વસ્તુઓ જેમ કે, ચટણી, બટાકાનો નાશ કર્યો છે. આ પ્રકારની કામગીરી આગામી 10થી 15 દિવસ ચાલશે.