રાજકોટમાં જમીનનાં ડખ્ખામાં ભાઈ-ભાભી પર હુમલો; માહિકા ગામે તરૂણીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો,

જમીનનાં ડખ્ખામાં ભાઈ અને ભાભી પર હુમલો

રાજકોટ (Rajkot):મારપીટ જેવા કિસ્સા અવાર નવાર સામેં આવે છે .જેમાં  જમીનનાં ડખ્ખામાં મોટાભાઈનાં પરિવારનો નાનાભાઈ અને ભાભી પર હુમલો થયાની ઘટના સામે આવી છે

જેમાં વીંછિયાનાં સોમલપર ગામમાં રહેતા ફરિયાદી કિરણબેન ગાંગડીયાએ કહ્યું હતું કે, તા. 8 જુનની સાંજે હું મારા પતિ નાથાભાઇ, મારા સાસુ જવલબેન તથા મારી બન્ને મોટી દિકરીઓ દિપ્તી તથા દિવ્યા અમે બધા અમારી વાડીમાં કામ કરતા હતા. તે વખતે મારા જેઠ રત્નાભાઇના દીકરા રમેશભાઇ તથા વિપુલભાઇ વાડીમાં ટ્રેકટરની લારીમાં નીણ ભરતા હતા ત્યારે મારા પતિ નાથાભાઇને કહ્યું કે, આ જમીન ખાલી કરજો નહીતર તમારા ટાંટીયા ભાંગી નાખીશું

બાદમાં આ મુદ્દે બોલાચાલી થતા જેઠ રત્નાભાઇ તુલશીભાઇ તથા મારા જેઠાણી માકુબેન ત્યાં આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા અને પાઈપ વડે હુમલો કરતા મારા ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર થયુ છે. મારા પતિ નાથાભાઇના ડાબા પગમાં પાઈપ મારી, દાતરડા વડે માર મારવાની કોશીશ કરી હતી. જો કે, દેકારો થતા તેઓ નાસી છૂટ્યા બાદ સ્થાનિકોએ દંપતિને સારવાર માટે ખસેડાયા હતા.

માહિકા ગામે તરૂણીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો,

માહિકા ગામની રાધિકા સોસાયટીમાં રહેતાં જયેશભાઇ ગોંડલીયા સવારે 6 વાગ્યે પોતાનો ટ્રક લઈ મોરબી માલ-સામાન ભરવા માટે ગયાં હતાં. પાછળથી 7 વાગ્યાની આસપાસ તેમની 16 વર્ષની સગીર દીકરીએ બીજા માળે રૂમમાં છતના હુકમાં સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જ્યારે તેનો નાનો ભાઈ રૂમમાં ચેક કરવા ગયો તો બહેન લટકતી જોવા મળતાં તેણે આક્રંદ મચાવ્યો હતો.

તેનો આક્રંદ સાંભળીને તુરંત જ તેના પિતા અને પડોશી દોડી આવ્યા હતાં. જો કે, 108ની ટીમે તરુણીને તપાસી મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી

જયેશભાઇને સંતાનમાં એક પુત્રી 16 વર્ષની દિક્ષાબેન અને એક પુત્ર હિત હોવાનું જાણવા મળ્યું છે. તેમની પત્ની અન્ય યુવક સાથે ભાગી જવાને કારણે દીકરીએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે.