સુરતમાં ૮ વર્ષના દીકરાનું ફરવા જવાનું સપનું અધૂરું રહી ગયું , બાથરુમમાં તૈયાર થવા ગયેલા દીકરાને હિટર મુકેલી પાણીની ડોલમાં હાથ નાખતા જ કાળ ભરખી ગયો

સુરત (Surat ): શહેરોમાં  અવનવા અકસ્માતના બનાવો સામે આવે છે એમાં આજે  દિલ થંભી જાય તેવો બનાવ સામે આવ્યો છે.સુરત શહેરમાં એક 8 વર્ષીય બાળકે રજાના દિવસે પિતા પાસે ફરવા જવાનો વ્હાલ કર્યોને મૃત્યુ નિપજ્યું છે.

મળતી જાણકારી મુજબ ,સગરામપૂરા વિસ્તારમાં આવેલી તલાવડી ખાતે મોહમ્મદ આસિફ શેખ પરિવાર સાથે રહે છે. આસિફભાઈ લગ્ન પ્રસંગોમાં ઘોડાગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 8 વર્ષીય દીકરો આકિબ શેખ સગરામપુરામાં જ આવેલી સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરી રહ્યો હતો.

ગત રોજ રવિવારની સ્કૂલમાં રજા હોવાથી પિતાને ફોન કરી ફરવા લઈ જવા માટે કહ્યું હતું. જેથી પિતાએ તૈયાર થવા જણાવ્યું હતું, તે સમયે બાથરુમમાં હીટરથી ગરમ પાણીની ડોલમાં હાથ નાખતા બાળકને જોરદાર કંરટ આવ્યો હતો.  એ પેહલા જ  એક બે વાર ફરી પિતા સાથે વાત કરી હતી. જોકે તેના થોડા સમયમાં જ પોતાને ફોન પર દીકરા આકિબને કરંટ લાગ્યો હોવાની જાણ કરવામાં આવી હતી.

બાથરૂમમાં હીટરથી પાણી ગરમ થઇ રહ્યું હતું. હીટર મુકેલા ગરમ પાણીની ડોલમાં હાથ નાખતા આકિબને જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી તેનું ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.