સુરત (Surat ):સુરતના વરાછા સ્થિત લંબે હનુમાન રોડ પર આવેલા કે પ્રકાશ જ્વેલર્સના માલિક વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવા પામી છે. રૂપિયા 12.18 લાખની છેતરપિંડીની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાઇ છે.
જ્વેલર્સ વેપારી દ્વારા ગ્રાહક પાસેથી લાખોની કિંમતના ઘરેણાં લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત જ્વેલર્સ એસોસિયેશનના 10થી 15 જેટલા સભ્યો પાસેથી પણ અંદાજિત ત્રણથી ચાર કિલો સોનુ લઈ હાથ અદ્ધર કરી દેવામાં આવ્યા છે. નાના-નાના વેપારીઓ પાસેથી લેવામાં આવેલ સોનું પરત અપાવવા સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
કે પ્રકાશ જ્વેલર્સના સંચાલકોએ લોભામણી સ્કીમ મૂકી હતી. એક વર્ષ સુધી જૂના દાગીના જ્વેલર્સને સોંપી દો તો વર્ષ પછી માત્ર 51 રૂપિયાની મજૂરીએ નવા દાગીના પરત કરવાની સ્કીમ મૂકી હતી. નવા દાગીના મેળવવાની લાલચમાં અનેક લોકોએ એક વર્ષ સુધી દાગીના જમા કરાવ્યા હતા. જો કે, વર્ષ પૂરું થયા બાદ કે પ્રકાશ જ્વેલર્સના સંચાલકો કોઈ જવાબ નહીં આપતા આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
બીજી તરફ સૂરજ જ્વેલર્સ એસોસિયેશન સાથે સંકળાયેલા દસથી પંદર જેટલા વેપારીઓનું પણ જ્વેલર્સ માલિક દ્વારા ત્રણથી ચાર કિલો સોનું લઈ હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા. જેથી સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા પણ જ્વેલર્સ માલિક પાસેથી વેપારીઓનું સોનું પરત અપાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
સુરતમાં વધુ એક પેઢીનું ઉઠમણું