માં મોગલનું ધામ કચ્છમાં કબરાવ ખાતે આવેલું છે,માં મોગલના પરચા અપરંપાર છે,માં મોગલ તેના ભક્તોના કામ જરૂરથી પુરા કરે છે,માં પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી માં ભક્તિ જરૂર મદદ કરે છે,માં મોગલે અનેક લોકોને પરચા આપ્યા છે.
એક મહિલા મણિધર બાપુ પાસે પોતાની માનતા લઈને આવી. મહિલાએ મણિધર બાપુને કહ્યું કે, બાપુ મારા લગ્નના 10 વર્ષ થઇ ગયા છે અને આ 10 વર્ષમાં સંતાન સુખ માટે અમે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે,ખુબ જ દવા કરી છે,પણ આજ સુધી સંતાનની ઈચ્છા પુરી થઇ નથી.
હવે થાકીને અમે માં મોગલના ચરણે આવ્યા છીએ, તો મણિધર બાપુએ મહિલાને જણાવ્યું કે, બેટા માં મોગલ પર અતૂટ વિશ્વાસ રાખજે પણ જરાય અંધશ્રદ્ધા રાખતી નહી. અહીં વિશ્વાસથી કામ થાય છે ચમત્કાર નથી થતા.બેટા તું એક છોડીને એક એમ ત્રણ મંગળવાર ભરજે અને 25 વાર ખોબામાં પાણી લઈને પી લેજે. માં મોગલ તારી બધી જ મનોકામના પુરી કરશે. માં મોગલ પર વિશ્વાસ રાખજો તમારા ઘરે જરૂરથી સંતાન થશે અને તમને માતા પિતા બનવાનું સુખ પણ મળશે.
આ સાંભળીને મહિલા ખુબ જ ખુશ થઇ ગઈ અને થોડા જ દિવસમાં મહિલાની ઈચ્છા પણ પૂરી થઇ.