સુરતના સરથાણા વિસ્તારમાં પાલિકાના પ્લોટમાં ગંદકી થતા સ્થાનિકોએ મચાવ્યો હોબાળો…આ પ્લોટમાં વારંવાર ગંદકી થતા લોકોના આરોગ્ય સામે ખતરો..

સુરત (Surat ):સુરત મહાનગરપાલિકા કોઈ ને કોઈ કારણોસર વિવાદમાં રહે છે . સુરત મહાનગરપાલિકા દ્વારા  સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશન માટે એક  પ્લોટ ફાળવવામાં આવ્યો છે .જો કે, આ પ્લોટ પર છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા ટોઈંગ કરવામાં આવેલા વાહનો નો ગંજ ખડકાયો છે.

આ સિવાય આ સ્થળ પર અસામાજિક તત્વોએ દબાણ કરી દેવામાં આવ્યું છે. આ દબાણને કારણે ભારે ગંદકી થતા લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં  અંદાજે પાંચ હજાર જેટલી વસ્તી ધરાવતી સાત સોસાયટીના રહેવાસીઓ દ્વારા આ સમસ્યા અંગે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સમક્ષ છેલ્લા એક મહિનાથી અનેક રજૂઆત કરવામાં આવી છે..

પરંતુ તેનો ઉકેલ આવતો ન હોવાથી લોકો અકળાયા છે. માથાભારે તત્વોએ પ્લોટ પર કબજો કરીને ગંદકી ફેલાવતા હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. જેના કારણે આજે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા નાગરિકો દ્વારા જો વહેલી તકે આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો કમિશનર કચેરીએ ગંદકી ઠાલવવાની ચીમકી આપી છે.